જાણો કેટલા સમયમાં પૂરું થશે રામ મંદિર નિર્માણનું કાર્ય- કોના વડપણ હેઠળ પાર પડશે કામ તે પણ વાંચો

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. આજે સૌથી મોટાં આનંદનાં સમાચાર તો એ છે, કે આજે PM નરેન્દ્ર મોદી દ્વારા શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન થોડીક જ ક્ષણમાં કરવામાં આવશે. ત્યારે બીજાં આનંદનાં સમાચાર તો એ છે, કે અયોધ્યામાં ભવિષ્યમાં થનાર શ્રીરામ મંદિરની થોડીક તસ્વીર પણ બહાર આવી રહી છે.

શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે મંગળવારના રોજ ટ્વિટર પર ભવ્ય શ્રીરામ મંદિરની નવી જ 3D ઈમેજ બહાર પાડવામાં આવી છે. તેનાં બધાં જ શીખરોનાં કળશને સોને મઢવામાં આવશે. મંદિરને તૈયાર કરવાં માટે અંદાજે સાડા ત્રણ વર્ષ જેટલો સમય લાગશે. મંદિર કુલ 3 માળનું બનશે.

મંદિરનું શિખર પણ કુલ 161 ફુટ ઊંચુ કર્યા બાદ ગુંબજોની સંખ્યા 3થી વધારીને 5 કરવામાં આવી છે. મંદિરનાં વાસ્તુકાર નિખિલ સોમપુરા અનુસાર નવા મોડલમાં ઊંચાઈ, આકાર, ક્ષેત્રફળ તેમજ પાયાની સંરચનામાં પણ ઘણું પરિવર્તન કરવામાં આવ્યું છે. એ માટે ખર્ચનું પ્રમાણ પણ કહી શકાશે નહીં.

મંદિરનાં પાયાનું ખોદકામ પણ કુલ 20-25 ફુટ ઊંડું રાખવામાં આવશે. પ્લેટફોર્મની ઊંચાઈ પણ કુલ 14 ફૂટ સુધીની રાખવામાં આવશે. દિવ્યાંગોની માટે પણ અલગથી જ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યું છે. તસવીરમાં પહેલી વખત અંદરનાં ભવ્ય ગુંબજ પણ બતાવવામાં આવી રહ્યાં છે.

પાંચેય ગુંબજનાં નીચેના ભાગમાં પણ કુલ 4 ભાગ હશે. જેમાં સિંહદ્વાર, નૃત્ય મંડપ, રંગમંડપ પણ બનશે. અહીં શ્રદ્ધાળુઓને બેસવા માટે તથા કાર્યક્રમ કરવાં માટે પણ સ્થાન રાખવામાં આવશે.

રામમંદિરની સંરચના જ એવી રીતે કરવામાં આવી છે, કે તેનાં સુવર્ણ કળશ તથા શિખર ધ્વજ પણ અયોધ્યામાંથી તમામ સ્થળેથી જોઈ શકાશે. આ મંદિર એ અયોધ્યાનું સૌથી ઊંચું મંદિર હશે. હાલમાં તો અહીં હનુમાનગઢી એ સૌથી ઊંચું મંદિર છે.

શ્રીરામ મંદિરમાં કુલ 25 X 25 નું ગર્ભગૃહ પણ બનાવવામાં આવશે. ગર્ભગૃહ તથા કળશને પણ સોનાથી બનાવવામાં આવી શકે છે. આ બાબતે પણ થોડાં દિવસમાં જ નિર્ણય લેવામાં આવશે. કળશ બનાવવામાં પણ જર્મનીની ટેક્નોલોજી અપનાવવામાં આવશે.

રાજસ્થાનનાં ભરતપુર-રુપબાસનાં પથ્થરોથી દીવાલ, છત, પિલ્લર, પાયો વગેરે પણ બનાવવામાં આવશે. ત્યાંનાં જ પથ્થરોમાંથી લાલ કિલ્લો, તાજમહલ, સંસદભવન તથા રાષ્ટ્રપતિભવન સહિત વગેરે પણ સ્થાપિત કરવામાં આવ્યાં છે.

મકરાનાનાં સંગેમરમરથી ડેલી, મુખ્ય પ્રવેશદ્વાર પણ તૈયાર કરવામાં આવશે. ફ્લોરમાં જાલોરનાં ગ્રેનાઈટ પણ લગાવવામાં આવશે. પથ્થરો કંડારવાનું કામ પણ પૂરું થવામાં આવ્યું છે. એની માટે કારસેવકપુરમ્ પાસે કાર્યશાળા પણ વર્ષ 1990થી જ ચાલી રહી છે.

પથ્થરો કંડારવાની કાર્યશાળાનાં કર્તાહર્તા હનુમાન યાદવ જણાવતાં કહે છે, કે કુલ 30 વર્ષથી અહીંયાં નિયમિત કુલ 100-150 લોકો કામ પણ કરી રહ્યાં છે. સોથી વધારે મંદિરોનાં નિર્માણ કાર્યમાં સહયોગી રહેલ IPS કિશોર કુણાલ જણાવતાં કહે છે, કે કુલ 3 વર્ષમાં મંદિરનું માળખું પણ તૈયાર થઈ જશે. ભરતપુરનાં બંસી પહાડપુરનાં લાલ પથ્થર પણ ખુબ જ સુંદર છે. આ પથ્થરોથી જ બિહારમાં પણ ઘણા મંદિરો બનાવવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *