જીવલેણ કોરોના સામે લડવા આયુષ મંત્રાલયે સૂચવ્યા આયુર્વેદિક ઉપચાર, તમે પણ જાણો અને શેર કરો

AYUSH ministry recommends immunity boosting tips to fight coronavirus

આયુષ મંત્રાલયે કોરોના વાઈરસને પગલે બૉડીની ઈમ્યૂન સિસ્ટમને વધારવા માટેના ઉપાય તરીકે કેટલાક સૂચનો જાહેર કર્યાં છે. જેમાં ખાસ કરીને શ્વાસ સબંધી ઉપાયોનો ઉલ્લેખ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ ઈલાજ આયુર્વેદિક સાહિત્ય અને વૈજ્ઞાનિક રિસર્સ પર આધારીત છે.

મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, Covid-19ને પલગે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે. સારૂ સ્વાસ્થ્ય જાળવી રાખવમાં શરીરની કુદરતી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવી મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે સૌ જાણીએ છીએ કે, બીમારીની સારવાર થી શ્રેષ્ઠ તેને ફેલાવો થતો અટકાવવો છે. અત્યાર સુધી Covid-19 માટે કોઈ દવા શોધાઈ નથી, ત્યારે સારૂ રહેશે કે આપણે એવા તકેદારીના પગલા ભરીએ કે જેથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધી જાય.

કેટલાક સામાન્ય ઉપાયોનો ઉલ્લેખ કરતા મંત્રાલયે દિવસભર ગરમ પાણી પીવું, દિવસમાં ઓછામાં ઓછા 30 મિનિટ યોગા કરવા, પ્રાણાયામ કરવા અને ધ્યાન ધરવું. આ ઉપરાંત ખોરાક રાંધવા દરમિયાન હળદર, જીરૂ અને કોથમીર જેવા મસાલાનો વધારે ઉપયોગ કરવાની સલાહ આપી છે.

મંત્રાલયે રોગ પ્રતિકારણ શક્તિને મજબૂત કરવા માટે સવારે 10 ગ્રામ એટલે કે એક ચમચી ચ્યવનપ્રાસ ખાવા જેવા કેટલાક આયુર્વેદિક ઉપાયોનો ઉલ્લેખ કર્યો છે. મંત્રાલયે દિવસમાં એક કે બે વખત હર્બલ ચા પીવા અથવા તુલસી, સૂકૂ આદુ અને દ્રાક્ષનો ઉકાળો પીવાનો અને 150 મિલીમીટર ગરમ દૂધમાં અડધી ચમચી હળદર નાંખીને પીવાની સલાહ આપી છે.

મંત્રાલય સવાર-સાંજ બન્ને નાકમાં તલ અથવા નારિયેળના તેલ અથવા ઘી ચોપડવા જેવા કેટલાક સરળ આયુર્વેદિક ઉપાયો પણ સૂચવ્યા છે. સૂકી ઉધરસ અથવા ગળામાં સોજા માટે મંત્રાલયે દિવસમાં એક વખત ફૂદીનાના તાજા પાન અને અજમા સાથે શેક લેવાની સલાહ આપી છે.

મંત્રાલયે જણાવ્યું કે, આવા ઉપાયોથી સામાન્ય રીતે હળવી સૂકી ખાંસી અને ગળામાં સોજો ઓછો થાય છે. જો આમ છત્તાં કોઈ ફેર ના પડે, તો ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે. વધુમાં જણાવ્યું કે, દેશભરના વિખ્યાત ડૉક્ટરોએ પણ આ ઉપાયો સૂચવ્યા છે, કારણ કે તે ચેપના વિરૂદ્ધ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

કોરોના સામે લડત: વિદ્યાર્થીઓએ બનાવી એપ જેનાથી 100 મીટરના અંદર કોઈ કોરોનાથી સંક્રમિત હશે તો કરશે એલર્ટ

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: