કહેવાય છે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી… ઘણા લોકો નાની ઉંમરમાં કેટલાક સપના જોતા હોય છે. હવે એક દીકરીએ પોતાના બાળપણના સપનાને સાકાર કરીને પિતાને ગૌરવ અપાવ્યું છે. બિહાર ઈન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. ખાગરિયા જિલ્લાની આર લાલ કોલેજની વિદ્યાર્થીની આયુષી નંદને સાયન્સમાં રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. પરિણામ આવ્યા બાદ તેમના ઘરે અભિનંદન આપવા લોકોની લાઈન લાગી છે.
આયુષી સાયન્સની ટોપર બની હતી
સાયન્સની વિદ્યાર્થીની આયુષી નંદને કુલ 474 માર્કસ એટલે કે 94.80% માર્ક્સ મેળવીને બિહારમાં પ્રથમ નંબર મેળવ્યો છે. બિહાર બોર્ડ દ્વારા પરિણામ જાહેર થતાં જ અને આયુષી નંદનના પરિવારજનોને ખબર પડી કે, આયુષી આખા બિહારમાં ટોપર બની ગઈ છે, ત્યાર પછી તેને અભિનંદન આપવા વાળા લોકોની લાઈન લાગી રહી છે. આયુષી નંદનના ઘરે આજે જબરદસ્ત ઉજવણીનો માહોલ છે. આયુષી નંદન ખાગરિયા જિલ્લા મુખ્યાલયની કેઆર લાલ કૉલેજની વિદ્યાર્થીની છે અને મૂળ ખગરિયા જિલ્લાની રહેવાસી છે.
આયુષી નંદને જણાવ્યું કે, “આશા હતી કે સારો રેન્ક આવવાનો છે. પરંતુ તે પ્રથમ સ્થાન મેળવશે તે ખબર ન હતી. હું બહુ ખુશ છું. મારું સપનું IAS ઓફિસર બનવાનું છે.”
પિતા કરે છે દૂધનો ધધો
આયુષીના પિતાનું નામ સર્વેશ કુમાર સુમન છે, જેઓ દૂધના ધંધા સાથે સંકળાયેલા છે. અને આયુષીની માતાનું નામ અમીષા કુમારી છે, જે ગૃહિણી છે. આયુષી ઘરે જ ભણેલી છે. આયુષી ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે અને તેના બે નાના ભાઈ છે.
મેટ્રિકમાં ડિસ્ટ્રિક્ટ ટોપર
તમને જણાવી દઈએ કે આયુષી ધોરણ 10ની પરીક્ષામાં પણ બિહારમાં ટોપ ટેનમાં આવી હતી. અને ખગરિયાની ટોપર બની હતી. માતાએ આયુષીને તિલક લગાવ્યું અને તેની આરતી ઉતારી હતી. આયુષીના માતા-પિતા તેના પરિણામ માટે તેની ખુબ જ પ્રસંસા કરી રહ્યા હતા.
શિક્ષણ મંત્રીએ પરિણામ જાહેર કર્યું
શિક્ષણ પ્રધાન પ્રોફેસર ચંદ્રશેખરે બિહાર શાળા પરીક્ષા બોર્ડના મુખ્ય સભાગૃહમાં મધ્યવર્તી વાર્ષિક પરીક્ષા 2023 ના પરિણામોની જાહેરાત કરી. આ પ્રસંગે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ દીપક કુમાર અને બિહાર બોર્ડના પ્રમુખ આનંદ કિશોર પણ હાજર રહ્યા હતા. આ વખતે ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં કુલ 83.70 ટકા ઉમેદવારો પાસ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.