આઝાદીના અમૃત મહોત્સવે સેકંડો દેશવાસીઓને કેન્દ્ર સરકારની ઐતિહાસિક ભેટ- ૧૦ દિવસ સુધી ફ્રીમાં થશે આ કામ

હાલ સરકાર(government) દ્વારા એક સારા સમાચાર આપવામાં આવ્યા છે. તેમાં પણ ખાસ કરીને ઐતિહાસિક સ્થળો(Historical places) જોવાના શૌખીન લોકો માટે આ સમાચાર ખુબ જ કામના…

હાલ સરકાર(government) દ્વારા એક સારા સમાચાર આપવામાં આવ્યા છે. તેમાં પણ ખાસ કરીને ઐતિહાસિક સ્થળો(Historical places) જોવાના શૌખીન લોકો માટે આ સમાચાર ખુબ જ કામના છે. દેશના ઐતિહાસિક સ્થળો 10 દિવસ મફતમાં જોવાનો લ્હાવો છે. સરકાર દ્વારા 5 થી 15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો અને મ્યૂઝિયમ(Museum) તથા ઐતિહાસિક સ્થળોમાં એન્ટ્રી ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી કિશન રેડ્ડીએ એક મહત્વની જાહેરાત કરતા એવું જણાવ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 5 થી 15 ઓગસ્ટ 2022 સુધી દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં કોઈ ટિકિટ નહીં લાગે. એટલે કે લોકો 10 દિવસ દેશના તમામ સ્મારકો મફતમાં જોઈ શકશે. ઐતિહાસિક સ્થળો જોવાના શૌખીન લોકો માટે આ ખુશીના સમાચાર છે.

તાજમહેલ, કુતુબ મીનાર સહિતના સ્મારકો 10 દિવસ મફતમાં જોઈ શકાશે
આગામી 15 ઓગસ્ટે ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થઈ રહ્યાં છે અને આ માટે સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ હેઠળ સરકારે એન્ટ્રી ફ્રીની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ તાજમહેલ, કુતુબ મીનાર સહિતના દેશના તમામ સ્મારકો 10 દિવસ મફતમાં જોઈ શકશે.

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જાહેરાત:
જાણવા મળ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મેદીએ આઝાદીની ઉજવણી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ને યાદગાર બનાવવા માટે પોતાના કાર્યક્રમ ‘મન કી બાત’માં દેશવાસીઓને ત્રિરંગો પ્રોફાઈલ, ડીપી તેમજ દરેક ઘરમાં રાખવા અપીલ કરી છે. ભારત સરકાર દ્વારા 2 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી આ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *