ભારતની અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ પીચર એવી સાઉથની બાહુબલી અને બાહુબલી 2 ના અભિનેતા પ્રભાસે કોરોના સામે લડવા કરોડો રૂપિયા સેવા તરીકે આપ્યા છે. આમ તો દરેક લોકો કોરોના સામે લડી રહ્યા છે, પરતું આર્થિક રીતે હાલ ભારતને મૂડીની ખુબ જરૂરિયાત ઉભી છે, એ માટે ઘણા લોકો આર્થિક રીતે કોરોના સામે લડવા નાની-મોટી રકમ આપી રહ્યા છે.
બાહુબલી મુવીના સુપરસ્ટાર પ્રભાસે કોરોના મહામારી સામે લડવા માટે 4 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. પ્રભાસે ગુરુવારના રોજ 3 કરોડ રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં અને 50-50 લાખ રૂપિયા આંધ્ર પ્રદેશ અને તેલંગણા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કર્યા છે. જોકે, બીજી તરફ બોલિવુડના દિગ્ગજ કલાકારો તરફથી આ રીતની કોઈ પહેલ સામે આવી નથી. જોકે, દરેકની નજર બોલિવુડના નામી કલાકારો પર છે કે તેઓ આ સંકટના સમયમાં દેશના લોકોની વ્હારે આવે છે કે નહીં. કે પછી તેઓ માત્ર ઈન્સ્ટાગ્રામ પર વીડિયો જ અપલોડ કર્યા કરશે.
પ્રભાસ હાલમાં જ જોર્જિયાથી પરત ફર્યો છે. જ્યાં તેની આવનારી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. ત્યાંથી પરત ફર્યા બાદ પ્રભાસે પોતાને સેલ્ફ આઈસોલેટ કરી દીધો છે. પ્રભાસની છેલ્લી રીલિઝ ફિલ્મ સાહો હતી. જેને ફેન્સ તરફથી ખૂબ સારો એવો પ્રેમ મળ્યો હતો. પ્રભાસ પહેલા તેલૂગુ અભિનેતા પવન કલ્યાણે પણ 2 કરોડ, તેના ભત્રીજા રામચરણે 70 લાખ રૂપિયા અને તેના તેલુગુ સુપર સ્ટાર પિતા ચિરંજીવીએ 1 કરોડ રૂપિયા અને યુવા સુપરસ્ટાર મહેશ બાબૂએ 1 કરોડ રૂપિયા રાહત ફંડમાં દાન કર્યા છે. તમને જણાવી દઇએ કે પ્રોડ્યૂસર ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ રોજ મજૂરી કરીને કમાતા મજૂરો અને તેમના પરિવારો માટે ફંડ્સની શરૂઆત કરી છે.
સાઉથ સેલેબ્સ પણ આંધ્ર પ્રદેશ અને તેલંગાના સીએમ રીલિફ ફંડમાં ડોનેટ કરી રહ્યા છે. તમિલનાડુ ડાયરેક્ટર્સ એસોશિયેશન આર કે સેલ્વામણિએ એક સ્ટેટમેન્ટ જાહેર કરીને એક્ટર્સથી ફિલ્મ સ્ટુડિયામાં કામ કરતા સ્પોર્ટબોય અને અન્ય મજૂરો માટે ફંડ ડોનેડ કરવાની અપીલ પણ કરી છે. તો પંજાબી સિંગર અને દિલ્હીના ભાજપા સાંસદ અને ગાયક હંસ રાજ હંસે 50 લાખ રૂપિયાનું દાન કર્યું છે. તો કોમેડિયન કપિલ શર્માએ પણ પ્રધાનમંત્રી રાહત ફંડમાં 50 લાખ રૂપિયા દાન કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે આપણાં બોલિવુડ સ્ટાર્સ અને ક્રિકેટરો દેશને આ સંકટના સમયમાં કેટલી મદદ કરે છે.