બાબા કા ઢાબા: કાંતા પ્રસાદના ખાતામાં જમા થયા લાખો રૂપિયા, પોલીસ સ્ટેસનમાં થયો ચોકાવનારો ખુલાશો

બાબા કા ઢાબાના (Baba Ka Dhaba) માલિક કાંતા પ્રસાદ (Kanta Prasad) ના પૈસા અંગેના વિવાદના કેસમાં દિલ્હી પોલીસે બાકા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો છે. આશરે 42 લાખ રૂપિયા ખાતામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે બાબાએ તાજેતરમાં યુટ્યુબર ગૌરવ વસન સામેની અરજીની માંગ કરી હતી.

બાબા કા ધાબાના માલિક કાંતા પ્રસાદે તાજેતરમાં જ યુટુબર ગૌરવ વસન સામે એક અરજી કરી હતી જેમાં તેણે દાનની રકમનો સંપૂર્ણ હિસાબ માંગ્યો હતો. કાંતા પ્રસાદે ગૌરવ વસન પર બાબાના નામે દાનના નાણાંનો કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, વીડિયોમાં ગૌરવે પોતાનું અને તેની પત્નીનું બેંક એકાઉન્ટ શેર કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, ગૌરવે દાનમાં આવતાં તમામ પૈસા આપ્યા નથી.

કાંતા પ્રસાદની ફરિયાદ બાદ લોકોએ તેમના પર કૌભાંડનો આરોપ લગાવવાનું શરૂ કરી દીધું હતું. આ પછી ગૌરવએ સોશિયલ મીડિયા પર તેના અને તેની પત્નીનું એકાઉન્ટ સ્ટેટમેન્ટ શેર કર્યું છે. દિલ્હી પોલીસ હવે ગૌરવ વસનના બેંક ખાતાની તપાસ કરી રહી છે. હજી સુધી પોલીસે આ કેસમાં કોઈની ધરપકડ કરી નથી અને ચાર્જશીટ પણ દાખલ કરાઈ નથી. સોશિયલ મીડિયા પર પ્રખ્યાત, ‘બાબા કા ઢાબા’ હવે એક રેસ્ટોરન્ટમાં પરિવર્તિત થઈ ગયું છે. થોડા મહિના પહેલા ગ્રાહક ન મળવાના કારણે રડતા કાંતા પ્રસાદે જુના ઢાબા પાસે નવી રેસ્ટોરન્ટ ખોલી હતી.

નવી રેસ્ટોરન્ટમાં બાબાએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરો પણ લગાવ્યો છે. બાબાની આ નવી રેસ્ટોરન્ટમાં, આંતરિકમાં ઘણું કામ કરવામાં આવ્યું છે અને રેસ્ટોરન્ટમાં મોર ફેધર વોલપેપર્સ છે. લોકોને રેસ્ટોરન્ટમાં બેસવાની સારી વ્યવસ્થા છે સાથે સાથે રસોઈ માટે એક મોટું રસોડું છે, જ્યારે કાન્તા પ્રસાદ પહેલા નાની દુકાનમાં રસોઇ બનાવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *