એક સમયે કાળા નાણાં સામે આંદોલન ચલાવનાર બાબા રામદેવ કાળા નાણાંનો બચાવ કરતા કેમેરામાં ઝડપાયા હતા. હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થઇ એહ્યો છે જેમાં રામદેવ અને અલવર ભાજપના ચૂંટણી ઉમેદવાર ચાંદનાથ બુધવારે મીડિયાને સંબોધ્યા હતા. જ્યાં ચંદનાથે બાબાને કહ્યું કે તેના રૂપિયા પકડાઈ જઈ રહ્યા છે. બાબાએ તરત જ તેનો હાથ દબાવ્યો અને કહ્યું, “ગાંડુ છે કે શું?, અહીં પૈસાની વાત ના કરો, મીડિયા સાંભળી રહ્યું છે.”
રામદેવ બાબાએ આ વાતની સાથે જ ચંદનાથને ભૂલની ખબર પડી અને મીડિયા તરફ જોયું અને હસવા લાગ્યા. ચંદનાથ ચૂંટણીમાં રૂપિયાની સમસ્યા અંગે વાત કરી રહ્યા હતા. તે જ સમયે, કેમેરાને ધ્યાનમાં લીધા વિના તેમણે કહ્યું, ‘રૂપિયા ફેરવવામાં ઘણી તકલીફ છે, મારા પૈસા પણ પકડાયા હતા.’ આ બાબતે રામદેવે તરત તેને અટકાવ્યો.
બાદમાં, જ્યારે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે બંનેએ પૈસાની કોઈ વાત કકરી જ નથી એમ ના પાડી દીધી હતી. ચંદનાથે કહ્યું, ‘આ તમારી (મીડિયા) કલ્પના છે, મારે બાબા સાથે પૈસાની કોઈ વાત નથી થઇ.’ નોંધપાત્ર વાત એ છે કે, તે સમયે 9 એપ્રિલ 2014માં અલવરના એક સ્થળેથી 15 લાખ અને બીજી જગ્યાએથી ચાર લાખ રૂપિયા પકડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.