બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી- વર્ષ 2022માં ભારતમાં આવશે આ મોટી આફતો, જે તમે સપનામાં પણ નહિ વિચાર્યું હોય

કડવી અને મીઠી યાદો વચ્ચે 2021નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને દરેક વ્યક્તિ નવા વર્ષની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આવનારા વર્ષને લઈ પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બલ્ગેરિયાની નેત્રહીન વાંગેલિયા પાંડવા ગુશ્ટેરોવા ઉર્ફે બાબા વેંગા(Baba Venga)એ ભવિષ્યવાણી(Prophecy) કરતા કહ્યું હતું કે, 2022માં ધરતી પર પ્રલય આવશે અને ભારતમાં ભૂખમરો આવશે અને દુકાળ પડશે.

2022 થોડા જ દિવસોમાં આવવાનું છે અને વિશ્વ તેને હાથ લંબાવીને આવકારવા તૈયાર છે. જો કે, નવું વર્ષ આપણા માટે અને વિશ્વ માટે શું લઈને આવવાનું છે તે અંગે આપણે હજી પણ આશંકિત છીએ. તે જ સમયે, હવે બલ્ગેરિયાના બાબા વેંગા તરીકે પ્રખ્યાત દૃષ્ટિહીન વાંગેલિયા પાંડવ ગુસ્ટેરોવાએ વર્ષ 2022 વિશે ચોંકાવનારી આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે, બાબા વેંગાએ મૃત્યુ પહેલા જ દુનિયા વિશે ભવિષ્યવાણી કરી હતી.

બાબા વેંગા અનુસાર, ભારતમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી જશે. આ કારણે પાક પર તીડનો હુમલો થશે, જેના કારણે ભારતમાં દુકાળ પડશે. તેમણે એવી પણ આગાહી કરી હતી કે 2022માં વિશ્વના મોટા શહેરો પીવાના પાણીની અછતથી પ્રભાવિત થશે. નદીઓના પ્રદૂષણને કારણે પાણીની અછત સર્જાશે. તેમની આગાહીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 2022માં લોકો પહેલા કરતા વધુ સમય સ્ક્રીન પર વિતાવશે એટલે કે લોકો કમ્પ્યુટર અને મોબાઈલ પર વધુ સમય વિતાવશે.

2022માં ભૂકંપ અને સુનામીનું જોખમ વધશે:
બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર, હિંદ મહાસાગરમાં ભૂકંપ બાદ એક મોટી સુનામી આવશે તેવી આગાહી કરી છે. આ સુનામી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈન્ડોનેશિયા અને ભારત સહિત અનેક દેશોના દરિયાકાંઠાના અનેક વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ લેશે. આ સુનામીને કારણે ભારે નુકસાન વેઠવું પડશે અને અસંખ્ય લોકો જીવ પણ ગુમાવશે. આ ઉપરાંત આવતા વર્ષે સાઇબેરિયામાં એક નવો ઘાતક વાઇરસ શોધાશે, જે માનવજાતિ માટે મોટો ખતરો ઊભો કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *