બાબા વેંગાની ભવિષ્યવાણીએ લોકોના જીવ કર્યા અધ્ધર- આ ડીસેમ્બરમાં પરમાણુ હુમલો…

Published on Trishul News at 8:09 PM, Fri, 13 October 2023

Last modified on October 14th, 2023 at 2:44 PM

Baba Venga predicted about 2024: અમેરિકામાં 9/11 જેવા મોટા હુમલાની ખૂબ જ સચોટ ભવિષ્યવાણી કરનાર બાબા વેંગા (Baba Vanga)ની વધુ એક ભવિષ્યવાણીએ દુનિયાને ડરાવી દીધી છે. જોકે, તેણે 2024માં કમોસમી વરસાદ, ધરતીકંપથી લઈને સૌર વાવાઝોડા સુધીની વિવિધ આફતોની વાત કરી છે, પરંતુ આ સમયે જે આગાહી લોકોને સૌથી વધુ ડરાવી રહી છે તે વિશ્વ પરનો પરમાણુ હુમલો છે. ઘણા વર્ષો પહેલા બાબા વેંગાએ કહ્યું હતું કે, વર્ષ 2024 માં ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થશે અને આ વર્ષના અંતમાં પરમાણુ હુમલો (Nuclear Attack) થશે, જેના કારણે પૃથ્વી પર ભયંકર તબાહી થશે અને બધું જ બરબાદ થઈ જશે.

એક રિપોર્ટ અનુસાર બલ્ગેરિયાની આ અંધ મહિલાનું મૃત્યુ 1996માં થયું હતું, પરંતુ કહેવાય છે કે તેણે અત્યાર સુધી કરેલી લગભગ તમામ ભવિષ્યવાણીઓ સાચી પડી છે. 2024 માટે તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, 2023 સ્વાભાવિક રીતે જ મોટી ઉથલપાથલનું વર્ષ હશે. ઘણા શક્તિશાળી ભૂકંપ આવશે. કમોસમી વરસાદ પડશે અને રણમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાશે. સૌર વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી હતી અને અમે તમને જણાવી દઈએ કે, બધી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ સૂર્યમાં પૃથ્વી કરતા 20 ગણો મોટો છિદ્ર શોધી કાઢ્યો હતો, તેમાંથી નીકળતા રેડિયેશનની અસર લદ્દાખ સુધી જોવા મળી હતી અને તેને સૌર સુનામી માનવામાં આવે છે.

બાબા વેંગાએ પણ ઘણા શક્તિશાળી ભૂકંપની આગાહી કરી છે અને તમે જોયું કે આ વર્ષે તુર્કી અને સીરિયામાં ભૂકંપથી ભયંકર તબાહી સર્જાઈ છે. જેમાં 50000 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. લાખો લોકો બેઘર બન્યા છે, આજે પણ ત્યાંની સ્થિતિ સુધરતી જણાતી નથી. બાબા વેંગાએ સોવિયત સંઘનું વિઘટન અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદાના 9/11ના હુમલા અને ISISની ઉત્પત્તિ સહિતની ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જે બિલકુલ સાચી સાબિત થઈ હતી. હવે તેણે આ વર્ષના અંત સુધીમાં ભયંકર પરમાણુ વિસ્ફોટની વાત કરી છે, તેથી આખું વિશ્વ ભયભીત છે અને જે રીતે ચીન-અમેરિકા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું અને તેથી જ વિશ્વનો ડર વધી ગયો છે.

બાબા વેંગાના અનુયાયીઓ અનુસાર, તેમણે 2024માં એક મોટા પરમાણુ પાવર પ્લાન્ટમાં વિસ્ફોટની ચેતવણી આપી હતી જે સમગ્ર એશિયામાં ઝેરી વાદળો ફેલાવશે. વિશ્વના તમામ દેશોમાં ગંભીર રોગો થશે, કારણ કે પરમાણુ વિસ્ફોટને કારણે ભયંકર રેડિયેશન બહાર આવશે અને ચારે બાજુ વિનાશ થશે. આ સિવાય તેણે દુનિયા વિશે વધુ 4 ભવિષ્યવાણીઓ કરી છે.

એક મોટી ખગોળીય ઘટના બનશે અને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફેરફાર થશે. જેના કારણે ભયંકર ભૂકંપ જેવી સ્થિતિ સર્જાશે જેના ગંભીર પરિણામો પૃથ્વીને ભોગવવા પડશે. કેટલીક વિચિત્ર શોધ હશે, જેના કારણે બાળકો લેબમાં જન્મશે અને માતા-પિતા તેમનો રંગ અને લિંગ નક્કી કરશે. એક મોટો દેશ જૈવિક શસ્ત્રોથી હુમલો કરશે, જેના કારણે હજારો લોકોના મોત થશે.

Be the first to comment on "બાબા વેંગાની ભવિષ્યવાણીએ લોકોના જીવ કર્યા અધ્ધર- આ ડીસેમ્બરમાં પરમાણુ હુમલો…"

Leave a comment

Your email address will not be published.


*