NCERT પુસ્તકોમાં પેનલની સર્વસંમતિથી લેવાયો મહત્વનો નિર્ણય- હવેથી પુસ્તકોમાં ‘INDIA’ નહીં પરંતુ ભારત લખાશે

NCERT Books Bharat News: NCERT પુસ્તકોમાં આજે એક નવો ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફાર પછી હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં INDIAને બદલે ભારત શબ્દ…

NCERT Books Bharat News: NCERT પુસ્તકોમાં આજે એક નવો ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફાર પછી હવે વિદ્યાર્થીઓને પુસ્તકોમાં INDIAને બદલે ભારત શબ્દ શીખવવામાં આવશે. NCERT પેનલે તમામ NCERT પાઠ્યપુસ્તકોમાં INDIAનું નામ બદલીને ભારત રાખવાના પ્રસ્તાવને સર્વસંમતિથી સ્વીકારી લેવામાં આવ્યો છે.

પેનલના સભ્યોમાંથી એક સીઆઈ આઈઝેકે જણાવ્યું છે કે, NCERT પુસ્તકોના આવનાર સેટમાં INDIAનું નામ બદલીને ભારત કરવામાં આવશે. આ દરખાસ્ત થોડા મહિના પહેલા કરવામાં આવી હતી, જેને આજે સ્વીકારી લેવામાં આવી છે. સમિતિએ પાઠ્યપુસ્તકોમાં “હિન્દુ વિજય” ને પ્રકાશિત કરવાની પણ ભલામણ કરી દીધી છે. સમિતિએ પાઠ્યપુસ્તકોમાં ‘પ્રાચીન ઇતિહાસ’ની જગ્યાએ ‘શાસ્ત્રીય ઇતિહાસ’નો સમાવેશ કરવાની ભલામણ કરી હતી. ઇતિહાસને હવે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિકમાં વિભાજિત કરવામાં આવશે નહીં, કારણ કે આ દર્શાવે છે કે, ભારત એક જૂનું રાષ્ટ્ર છે અને બ્રિટિશ સામ્રાજ્યવાદથી અજાણ છે.

તમામ વિષયોમાં IKS શરૂ કરવામાં આવશે
મળતી માહિતી અનુસાર,તમામ વિષયોના અભ્યાસક્રમમાં ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS)ની રજૂઆત પણ આ નવા ફેરફારનો એક ભાગ છે. તમને જણાવી દઈએ કે આ સમિતિ 25 સમિતિઓમાંથી એક છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ અભ્યાસક્રમમાં ફેરફાર કરવા માટે કેન્દ્રીય સ્તરે NCERT સાથે કામ કરી રહી છે. હાલમાં અદ્યતન પાઠ્યપુસ્તકો આવવાના બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *