અનેક મહિલાઓ સાથે અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા બાબા, વીડિયો વાયરલ.

રાજસ્થાનના જોધપુરમાં એક બાબાનો પોર્ન વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ભગવા વસ્ત્રોમાં ઘણી મહિલાઓ સાથે રાસલીલા કરતા જોવા મળી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર,…

રાજસ્થાનના જોધપુરમાં એક બાબાનો પોર્ન વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ભગવા વસ્ત્રોમાં ઘણી મહિલાઓ સાથે રાસલીલા કરતા જોવા મળી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો સામે આવ્યા બાદ જોધપુરમાં લોકો ખૂબ નારાજ છે અને આરોપી બાબાની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે,આરોપી બાબાના અશ્લીલ વીડિયો અને તેને લઈને લોકોમાં રહેલા રોષને ધ્યાનમાં રાખીને પોલીસે વીડિયો વાયરલ કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધીને કેસ શરૂ કરી દીધો છે. પોલીસ આ વીડિયો પરની કોઈપણ સંભવિત પ્રતિક્રિયા પર નજર રાખી રહી છે.

મહિલાઓ સાથે બાબાનો અશ્લીલ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર ખરાબ પ્રતિક્રિયા આપી છે. વીડિયોમાં આરોપી બાબા ભગવા કપડામાં એક નહીં પરંતુ અનેક મહિલાઓ સાથે અશ્લીલ હરકતો કરતો જોવા મળી રહ્યો છે.

આ મામલે જોધપુર પૂર્વ ડીસીપી ધર્મેન્દ્રકુમાર યાદવે કહ્યું કે, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી કોઈએ ફરિયાદ નોંધાવી નથી પરંતુ પોલીસ પોતે જ આ મામલાની તપાસમાં લાગી છે.

તમને જણાવી દઇએ કે,આ પહેલા પણ ભાજપના સાંસદ સ્વામી ચિન્મયાનંદએ એક યુવતી પાસેથી મસાજ કરાવવાનો વીડિયો વાયરલ થયો હતો, જેના પર ભારે હોબાળો મચી ગયો હતો. આ કેસે રાજનીતિક માર્ગ પકડ્યો હતો, જેના કારણે ભાજપ દોડતી થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *