ગુજરાત(Gujarat): હનીટ્રેપ(Honeytrap)ની ઘણી ઘટનાઓ અંગે આપણે સૌ લોકો જાણીએ છીએ કે, જેમાં જાણે એક નક્કી કરવામાં આવેલી સ્ક્રીપ્ટ પ્રમાણે લોકોને ફસાવવામાં આવે છે અને ફક્ત તેમાં ભાવ જુદા જુદા લેવામાં આવતા હોય છે. ઘણી હનીટ્રેપની ઘટના તો આપણી સામે પણ આવતા પહેલા બદનામીના ડરથી થતી નહીં હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમરેલી(Amreli)થી સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો અમરેલીમાં એક બાબરા(Babra) માર્કેટ યાર્ડમાં રહેતા યુવાન સાથે અમદાવાદની યુવતી અને તેની ગેંગએ જબ્બરની માયાજાળ રચી હતી. આ વેપારી યુવકે યુવતી સાથે શારીરિક સબંધ બાંધ્યા છે તેવો આરોપ લગાવી તેને છેતરવાના પ્લાનમાં એક કરોડની માંગણી કરવામાં આવી હતી. જોકે પોલીસ ફરિયાદ થતા યુવતી સહિત તેની ગેંગના 5 સભ્યોને પોલીસે દબોચી લીધા હતા.
અમે તમને જણાવી દઈએ કે, Amreli ના બાબરા યાર્ડમાં રહેતા છોટુ (નામ બદલ્યું છે) નામના વ્યક્તિને ફસાવવા એક યુવતી અને તેના જ ચાર પંટરોએ એક માયાજાળ રચી હતી. મહત્વનું છે કે, ત્રણેક મહિના પહેલા છોટુના ફોન પર એક કોલ આવ્યો હતો અને જેમાં જમીન લે-વેચના મામલે રાજકોટના મામાપીરના મંદિર પાસે તેને બોલાવવામાં આવ્યો હતો. જ્યાં સામાન્ય વાતચીત પછી તેઓ છૂટા પડ્યા હતા અને ત્યારબાદ યુવતીનો ઘણી વખત ફોન આવવા લાગ્યો જેમાં તે જમીન અને ગાયોની લે વેચ કરવા માટે તને મળવા માગું છું તે પ્રકારની વાતો કરતી હતી.
ગઈ 30 તારીખે જ્યારે યુવતીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, બાબરા આવી છું તો મળવું છે જેથી છોટુએ પોતાનું બાઈક ચાલુ કર્યું હતું અને કરિયાણા રોડે તેને મળવા ગયો હતો. જ્યાં અજાણી જગ્યા પર ઊભેલી યુવતી તુરંત તેની બાઈક પર બેસી ગઈ હતી અને તેઓ તાઈવદર કાચા ગાડા રોડ પર ગયા હતા. યુવતીની હરકતો યોગ્ય ન જણાતા છોટુએ બાઈક પાછું વાળ્યું હતું અને કરિયાણા રોડ પર પહોંચ્યા હતા અને તરત જ એક ઈકો કાર આડી આવી અને તેમાં બેસેલા શખ્સએ જબર જસ્તી છોટુને કારમાં બેસાડી તેનું અપહરણ કરી લીધું હતું.
મહત્વનું છે કે, કારમાં છોટુનો વિડીયો રેકોર્ડ થવા લાગ્યો અને યુવતીના આરોપ પ્રમાણે છોટુએ તેની સાથે શરીર સંબંધ રાખ્યો છે તેવી કબૂલાત તેના સાથે કરવામાં આવી હતી. ત્યારે યુવકે દબાણને કારણે કબૂલાત કરી લીધી હતી. આ પ્રકરણમાંથી બહાર નીકળવા માટે યુવતીની ગેંગ દ્વારા છોટુ પાસે એક કરોડ જેટલા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે પછી 50 લાખ અને અંતે 5 લાખની માગણી કરવામાં આવી હતી. જોકે છોટુ આ રકમ પણ ચુકવી શકે તેમ ન હોવાને કારણે છોટુ પાસેથી આ ગેંગ દ્વારા કોરા ચેક લખાવી લેવામાં આવ્યા હતા. 5 લાખ આપીને ચેક લઈ જજે તેવું કહી છોટુને છોડી દેવામાં આવ્યો હતો.
પરંતુ બે દિવસ સુધી રૂપિયાની કોઈ વ્યવસ્થા નહી થવાને કારણે આખરે છોટુ બાબરા પોલીસ મથક પહોચ્યો હતો અને ત્યાં જઈ પોલીસની મદદ માગી અને પોલીસે પણ તરત જ તેની મદદ કરી ફરિયાદ લખી લીધી હતી. પોલીસ ઉપરાંત છોટુની પત્નીએ પણ તેને મદદ કરી હતી, છોટુ જ્યારે સમગ્ર વાત પોતાની પત્નીને કરી ત્યારે તેની પત્નીએ પણ તેણે સાથ આપ્યો હતો અને છોટુને પોલીસમાં ફરિયાદ કરવાની વાતમાં તમામ પ્રકારની સહમતી દર્શાવી હતી. અંતે પોલીસે તરત જ પગલા લઈ આ કેસના 5 આરોપીઓને દબોચી લીધા હતા.
આરોપીઓના નામ:
આરોપીઓમાં તુષાર પરષોત્તમ પટેલ (રહે. કુંડાળ ઘનશ્યામ સોસાયટી, મહેસાણા), મહેન્દ્ર ઉર્ફે લાલાભાઈ (રહે. વિજાપુર વસઈ, મહેસાણા), શૈલેષ રબારી (રહે. રાજપુર, કડી, મહેસાણા), સાહિબ પટેલ (રહે. કડી, મહેસાણા) અને ચંદાબેન ઉર્ફે સંજુ મનીષા રાઠોડ (ગુંદીયાળા, વઢવાણ સુરેન્દ્રનગર અને હાલ રહે મહેસાણા રાજપુર)નો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.