રાજ્યમાં સૌપ્રથમ વાર અમદાવાદની સિવિલમાં મહિલાએ સાડા છ મહિને બાળકીને આપ્યો જન્મ -જાણો સમગ્ર ઘટના 

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. મધ્યપ્રદેશના ગરીબ શ્રમિક દંપતીની કુલ 430 ગ્રામ વજન સાથે જન્મેલી એક બાળકીનો જીવ બચાવવાની વિરલ સિદ્ધિ અમદાવાદ સિવિલના તબીબોએ મેળવી છે. અમદાવાદ સિવિલના ઇતિહાસમાં છેલ્લે 650 ગ્રામ વજનનું બાળક સર્વાઇવ થયાનું નોંધાયું છે પણ આટલા ઓછા વજનની સાથે જન્મેલું બાળક ફક્ત ડોક્ટરની મહેનત તથા કોશિશથી સર્વાઇવ થયો હોવાંનો આ સૌપ્રથમ કિસ્સો છે.

માત્ર 2 મહિનાની ગર્ભાવસ્થા પછી રેણુબહેનને લીવરની ગંભીર સમસ્યા હોવાનું નિદાન થયું :
મધ્યપ્રદેશમાં આવેલ ઇન્દોર શહેરમાં કડિયાકામ કરીને રોજીરોટી રળનારા જિતેન્દ્ર અંજાનેની પત્ની રેણુ અંજાનેને વર્ષ 2020 ના એપ્રિલ માસમાં તેમની ગર્ભાવસ્થાની જાણ થઈ. દંપતીને ઇશ્વરના આશીર્વાદ સમજીને રાજીખુશીથી સમય પસાર કરી રહ્યું હતું.

ફક્ત 2 મહિનાની ગર્ભાવસ્થા પછી રેણુબહેનને લીવરની ગંભીર સમસ્યા હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું. રેણુબહેનને પોતાના કરતા પોતાના પેટમાં ઉછરી રહેલ નાનકડા જીવની ચિંતા હતી. આ દંપતી ઇન્દોરમાં તબીબોને મળ્યું પરંતુ કોઇ સંતોષજનક પરિણામ આવ્યું નહી. આ ગરીબ દંપતી આશા છોડી ચૂક્યું હતું ત્યારે જ અંધકારમાં એક આશાનું કિરણ દેખાઈ એવી રીતે એક સ્વજને તેને અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં બતાવવાનું સૂચન કર્યું હતું.

સપ્તાહની સારવાર બાદ રેણુબહેનની તબિયત સુધરી :
આ દંપતી નસીબ અજમાવવા માટે અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ફક્ત એક સપ્તાહની સારવાર પછી રેણુબહેનની તબિયત સુધરી. સ્વાસ્થ્યમાં થોડી રાહત થઈ એટલે રેણુબહેને પોતાની ગર્ભાવસ્થા આગળ વધારવાનું નક્કી કર્યું પરંતુ વધુ એક સમસ્યા આ દંપતીની પ્રતીક્ષા કરી રહી હતી.

કુલ સાડા છ મહિનાની ગર્ભાવસ્થા પછી રેણુબહેનની તબિયત ફરી એકવખત બગડી ગઈ. દંપતીએ ફરી સિવિલ હોસ્પિટલનો આશરો લીધો હતો. આ વખતે રેણુબહેનના ગર્ભમાં રહેલ માત્ર 400 ગ્રામના બાળકના જીવનો પણ પ્રશ્ન હતો. રેણુબહેનની આરોગ્યની સમસ્યાને કારણે તેમના ગર્ભમાં રહેલ બાળકને પણ તકલીફ થઈ હતી. ડોક્ટર માટે કોઇ નિર્ણય લેવો જ પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

રેણુબહેને માત્ર 436 ગ્રામના વજનની તેમજ 36 સેમી લંબાઇની બાળકીને જન્મ આપ્યો :
સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના તબીબ બેલા શાહે કહ્યું હતું કે, તબીબી વિજ્ઞાન અનુભવ પ્રમાણે આટલા વહેલા જન્મનાર બાળકના જીવવાની શક્યતા ખુબ ઓછી હોય છે. રેણુબહેનના કિસ્સામાં જો ગર્ભાવસ્થા ચાલુ રાખવામાં આવે તેમજ બીજો કોઇ નિર્ણય ન લેવામાં આવે તો મા અને બાળક બંનેના જીવન પર જોખમ સર્જાય તેમ હતું. ગર્ભાવસ્થા ટર્મિનૅટ કરવા સિવાય કોઇ જ વિકલ્પ ન હતો.

આટલુ ઓછુ વજન તથા આટલું વહેલું જન્મેલું બાળક જીવી શકે નહીં એવુ જાણ્યા પછી આ દંપતીએ પણ દિલ પર પથ્થર મૂકીને ગર્ભાવસ્થા સમાપ્ત કરવા સ્વીકૃતિ આપી હતી. છેવટે ઓક્ટોબર માસમાં રેણુબહેને 436 ગ્રામના વજનની તેમજ 36 સેમી લંબાઇની બાળકીને જન્મ આપ્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદી કહે છે કે, સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગ દ્વારા કોરોના કાળમાં કોવિડ, નોન કોવિડના બધાં ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી હોવાનું આ શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. રાજ્ય ક્ષેત્રમાં કુલ 400 ગ્રામ વજન ધરાવતા બાળક નવજીવન મળી જવું સમગ્ર સિવિલ હોસ્પિટલ માટે ગૌરવવંતી બાબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *