આને કહેવાય ચમત્કાર જન્મ સમયે મૃત જાહેર થયેલું બાળક, 30 વર્ષ પછી મળ્યું માને જીવિત

બાળકને ગુમાવવું દુનિયાનું સૌથી મોટું દુખ હોય છે. માત્ર મા જ જાણી શકે છે ક બાળકને ગુમાવવું કેટલું મોટું દુખ સહન કરવું પડે છે. કેમ કે 9 મહિના સુધી બાળકનું પેટમાં પાલન કરે છે. પરંતુ એક મા સાથે હેરાન કરી નાખનારી ઘટના સામે આવી છે. જે બાળકનું મોત થયેલું જાણ્યું હતું, તે લગભગ 30 વર્ષ પછી જીવિત મળ્યું હતું.

કેલિફોર્નિયાની ટીના બેજાર્નોએ 17 વર્ષની ઉંમરમાં બાળકી ક્રિસ્ટિનને જન્મ આપ્યો હતો. પરંતુ બીજા દિવસે ટીનાને કહેવામાં આવ્યું કે બાળકને જન્મ આપતાંની થોડી મિનિટોમાં તેનું મોત થઈ ગયું હતું. પરંતુ દુખી મા તેની બાળકીની યાદમાં દર વર્ષે જન્મદિવસ ઉજવતી હતી. પછી ટીના ઈરિક ગાર્ડેરે નામના વ્યકિતને ડેટ કરવા લાગી. 30 વર્ષ પછી ટીનાને એક મેલ આવ્યો, આ મેલ ન્યૂજર્સીના એક વ્યક્તિએ મોકલ્યો હતો.

એ વ્યક્તિએ દાવો કર્યો હતો કે ટીના તેની મા છે. ટીના અને ક્રિસ્ટિનને પોતાનો ડીએનએ ડેટાબેસ કંપનીને બતાવ્યો જ્યાં તે મેચ થઈ ગયા. ડીએનએ મેચ થયા બાદ ક્રિસ્ટિનને બેજાર્નોને ઈમેલ કર્યો અને લખ્યું કે આપણે એકબીજા સાથે વાત કરવાની જરૂર લાગે છે. આ બતાવે છે કે આપણા બે વચ્ચે સંબંધલછે અને તમે મારી મા છો. ડીએનએ ટેસ્ટમાં સાબિત થયું કે બાળપણમાં ટીનાના બાળકનું મોત નહોતું થયું પરંતુ તે બાળક હવે ટ્રાંસજેડર આદમીના રૂપમાં રહી રહ્યો છે.

જોકે ટીનાની મા તેની પ્રેગ્નન્સી વખતે સપોર્ટમાં નહોતી અને તેની સાથે સારું વર્તન પણ નહોતી કરતી. ક્રિસ્ટિનને અડોપ્ટ કરવામાં આવી અને લાસ વેગાસમાં તેનું લાલન પોષણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જલદી જ એક માણસના રૂપમાં તે બદલાઈ ગઈ અને અત્યારે તે 29 વર્ષની છે. તેની સાથે પત્ની અને બાળકો પણ છે. હવે ટીનાનું કહેવું છે કે તેને ફર્ક નથી પડતો તેનું બાળક પુરુષના રૂપમાં હોય અથવા મહિલાના રૂપમાં, તે માત્ર એટલું જાણે છે કે તે એનું બાળક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *