ગુજરાત પરથી હજુ વાયુનું સંકટ ટળ્યું નથી, આવતા 24 કલાકમાં આ જીલ્લામાં ત્રાટકવાની શક્યતા

સૌરાષ્ટ્ર પરથી વાયુનો ખતરો ટળી ગયો છે. પરંતુ, વાવાઝોડું હજુ પણ પોરબંદરથી 200 કિલોમીટર દૂર દરિયામાં સ્થિર થયું છે. હવામાન વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે…

સૌરાષ્ટ્ર પરથી વાયુનો ખતરો ટળી ગયો છે. પરંતુ, વાવાઝોડું હજુ પણ પોરબંદરથી 200 કિલોમીટર દૂર દરિયામાં સ્થિર થયું છે. હવામાન વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે, 48 કલાક જેટલો સમય દરિયામાં ઘૂમરાયા બાદ વાયુ જામનગર નજીક વાડીનાર અને કચ્છ તરફ ધીમીગતિએ આગળ વધશે અને 17મી જૂનની રાત્રિ બાદ જમીન પર આવશે. આ સમયે અંદાજે 50થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. વાયુની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોને પણ થશે અને આગામી ચાર દિવસ સુધી અહિંયા પણ વરસાદ પડતો રહેશે. આ સાથે આજે રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયું છે.

હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, વાયુની તીવ્રતા ઓછી થઈ ગઈ છે. હાલ 50 નોટ એટલે કે 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેમ જેમ સમય વિતતો જશે તેમ તેમ વાયુનું જોર ઓછું થતું જશે. 17 જૂનની રાત સુધીમાં કચ્છની ખાડી પાસેથી પસાર થશે અને આગળ જઈને વિખેરાઈ જશે. ત્રણ દિવસ પહેલાં 12મી જૂને વાયુ અત્યંત શક્તિશાળી બન્યું ત્યારે ભેજ શોષી લીધો હતો આથી નૈઋત્યનું ચોમાસુ 15થી 25 દિવસ મોડું થવાની શકયતા ઊભી થઈ હતી. હવે 17મી જૂન સુધીમાં વાયુ જામનગર અને કચ્છના દરિયા વિસ્તારમાં ત્રાટકીને વિખેરાઈ જવાનું છે ત્યારે 18મી જૂન બાદ નવી સિસ્ટમ બન્યા બાદ નૈઋત્યનું ચોમાસું આગળ ધપશે.

વાયુ વાવાઝોડું દિશા બદલીને ફરી કચ્છ સાથે અથડાય તેવી સંભાવના પ્રબળ બની છે. ઓમાન તરફ ફંટાયેલું વાયુ વાવાઝોડું આગામી 24 કલાકમાં કચ્છ સાથે અથડાશે. જો કે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે તેની તીવ્રતા પહેલા કરતા ઘણી ઓછી હશે. ઝડપી પવન સાથે ભારે વરસાદનું પણ અનુમાન છે. આ પરત ફરી રહેલું તોફાન પરબંદર અને દ્વારકામાં પણ અસર છોડશે. આગામી 36 કલાકમાં વાયુ વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે અને ત્યારબાદ તે ફરી ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે.આને લઈને ગુજરાત સરકાર ફરી એલર્ટ થઈ છે.

જોકે ગુરૂવારે સવારે રાહતના સમાચાર આવ્યા હતા કે વાયુ વાવાઝોડાની અસર માત્ર દરિયા કિનારાના પ્રદેશોમાં જ જોવા મળશે. ગુજરાતમાં હાલ NDRF ની 52, SDRF ની 9, SRPની 14 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અહીં મળીને કામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડા પર થયેલી બેઠકમાં કહ્યું હતું કે હવામાન વિભાગની જાણકારી મુજબ ગુજરાત પરથી ખતરો ટળી ગયો છે અને આ તોફાન હવે ઓમાન તરફ આગળ વધ્યું છે પરંતુ તે છતાં આગામી 24 કલાક મહત્વના રહેશે. આ દરમિયાન તંત્રને હાઈ એલર્ટ રહેવા માટે પણ સૂચના અપાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *