ઇન્ડિયન આઇડલના સ્ટેજ પર પહોચ્યો સહદેવ- ‘બસપન કા પ્યાર’ ગીતે ગરીબ બાળકને ક્યાંથી ક્યાં પહોચાડી દીધો- જુઓ વિડીયો

છેલ્લા કેટલાક દિવસોથી, છત્તીસગઢનો એક બાળક સહદેવ દીર્ડો સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે. આ બાળકે ગાયેલું ગીત ‘બસપન કા પ્યાર’ ચારે બાજુ ગુંજી રહ્યું છે. સહદેવ દીર્ડોની લોકપ્રિયતા જોઈને, તેને સિંગિંગ શો ઇન્ડિયન આઇડોલના સેટ પર બોલાવવામાં આવ્યો છે. જેનો એન્કર આદિત્ય નારાયણે વીડિયો શેર કર્યો છે.

આદિત્ય નારાયણે ઇન્ડિયન આઇડોલના સેટ પરથી એક ક્લિપ ઇન્સ્ટાગ્રામ અપ્લીકેસન પર શેર કરી છે, જેમાં જર્જ અને બાકીના સ્પર્ધકો સહદેવ દીર્ડો સાથે બચપન કા પ્યાર ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતા આદિત્ય નારાયણે કેપ્શનમાં લખ્યું કે – ‘સહદેવ અને ઇન્ડિયન આઇડલની ટીમ સાથે બાળપણનો પ્રેમ’. હાલ આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. તમામ સ્પર્ધકો ‘બસપન કા પ્યાર’ ગીત પર આનંદ માણી રહ્યા હતા. વીડિયોમાં અનુ મલિક, સોનુ કક્કર, મોહમ્મદ દાનિશ, અરુણિતા કાંજીલાલા, નિહાર તૌરો, સન્મુખ પ્રિયા, સિયાલી કાંબલે નજરે પડે છે.

‘બચપન કા પ્યાર’ ટ્રેકે ઘણા બોલિવૂડ અને ટીવી એકટરોને ઘેરી લીધા છે. સેલિબ્રિટી આ ગીત પર પોતાની રીલ્સનો વીડિયો બનાવી રહ્યા છે. સહદેવ દીર્ડોનો આ ટ્રેક એટલો લોકપ્રિય થયો કે, તે રાતોરાત સ્ટાર બની ગયો છે. રેપર  બાદશાહ દ્વારા સહદેવને તેમની સાથે ગાવાનો લાહવો આપવામાં આવ્યો છે.

જો ઇન્ડિયન આઇડોલની વાત કરવામાં આવે તો TV શોની ફાઈનલ તારીખ 15 ઓગસ્ટના રોજ થનાર છે. અંતિમ એપિસોડને ભવ્ય બનાવવા માટે તમામ રીતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જે અંતિમ એપિસોડ 12 કલાક સુધી ટેલિકાસ્ટ થશે. આ અપીસોડ જોનાર ચાહકોમાં ભારે ઉત્સાહ છે કે, ઇન્ડિયન આઇડોલ 12મી સીઝનનું વિજેતા કોણ બનશે. હાલમાં સોશિયલ મીડિયા પર યુઝર્સે પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલને વિજેતા જાહેર કરી દીધા છે. પરંતુ તેનું લાઇવ ટેલીકાસ્ટ 15 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. જેમાં સહદેવ દીર્ડો પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *