આ વર્ષે કેરી (mango)ના રસિયાઓ માટે ખુબ જ માઠા સમાચાર છે. રાજકોટ(Rajkot) જિલ્લાનાં ઉપલેટા(Upleta) તાલુકમાં કેસર કેરીનો પાક લેતા ખેડૂતો (Farmers)એ આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણ ફેર બદલાને કારણે ઉત્પાદન ઘટે તેવી ચિંતા વ્યક્ત કરી છે. ઉપલેટા તાલુકાના મોજીરા ગામમાં કેસર કેરીનું મોટું વાવેતર છે અને તેમાં ઘણા ખેડૂતો મોટા બગીચાઓમાં કેસર કેરી પકવી રહ્યાં છે, પરંતુ આ વર્ષે શરૂઆતથી જ પ્રતિકૂળ વાતાવરણે કેસર કેરીનો પાક બગાડ્યો છે. આંબા ઉપર જે કેરીના મોર અને ફ્લાવરિંગ બેસે તેને જ મોટું નુકસાન થયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ તો કેરીના પાકમાં 90 % મોર કે ફ્લાવરિંગ ખરી ગયા છે. આટલા મોટા નુકશાનને કારણે બજારમાં કેરી ખુબ જ ઓછી આવવાની શક્યતા છે.
કેરી પકવતા ખેડૂતોને પણ મોટા નુકસાનની ભીતી:
ગમે ત્યારે બદલાઈ જતા વાતાવરણને કારણે કેસર કેરીના પાકની હાલત છેલ્લા 2 થી 3 વર્ષથી ખરાબ છે અને પાકને સતત નુકસાન થઈ રહ્યું છે. તેને જાળવવા માટે વૈજ્ઞાનિક ઉપાય કરવા જરૂરી બન્યા છે. કેસર કેરીના પાકમાં ઘટાડાને હિસાબે આ વર્ષે કેરીના ભાવ પણ ઉંચા રહે તેવી શક્યતા છે. છેલ્લા થોડા વર્ષોથી કેસર કેરીનો સ્વાદ મોંઘો થઇ રહ્યો છે. સાથે કેરી પકવતા ખેડૂતોને પણ મોટા નુકસાનની ભીતી છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પાહોચ્યા છે. એમાં પણ આ વર્ષે તો કેરીના ભાવ પણ ઊંચા રહેશે. સામાન્ય માણસ તો અ વર્ષે કેરીનો સ્વાદ માણી શકે તેમ જ નથી.
કેસર કેરી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે:
કમોસમી વરસાદી છાંટા અને ઠંડા ધારદાર ફુકાતા પવનના તેમજ ગરમી ગ્લોબલ વોર્મિંગનાં કારણે કેરીના ઉત્પાદન પર ખુબ જ મોટી અસર થઈ છે. આંબા પર જુલતી કેસર કેરી ખરી પડી છે તેમજ વિવિધ પ્રકારના રોગો પણ આવ્યા જેથી આ વર્ષે કેરી બજારમાં ખુબ જ ઓછી જોવા મળશે. ખેડૂતના કહેવા પ્રમાણે, આ વર્ષે મહેનત પ્રમાણે કેરીનું ઉત્પાદન મળી રહેશે, પરતું ઉલટાનું વાતાવરણના કારણે નુકશાની જતા હાલતો મજૂરી કરતા પરિવાર ઉપર આશાનું પાણી ફરી વળ્યુ છે. કેરીનો પાક લેતા ખેડૂતોની આ વર્ષે માઠી દશા બેઠી છે.
કેરી પકવતા ખેડૂતો દ્વારા સરકાર પાસે કરાઇ માંગ:
વાતાવરણ પલટાને કારણે તેમજ રોગને કારણે આ વર્ષે 90 ટકા જેટલું કેરીનું ફ્લાવરિંગ ખરી પડ્યું છે. તેને કારણે કેરીનો પાક માત્ર 10 ટકા આવે એવી શક્યતા જોવાઇ રહી છે. પાકને સતત થતાં નુકસાનને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે. ખેડૂતોએ સરકારને રાહત પેકેજ જાહેર કરવા માટે માંગ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.