સુરત: વિદેશમાં નોકરીની લાલચ આપીને લાખોની રકમ પડાવનાર લેભાગુ એજન્ટોની ધરપકડ

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં છેતરપીંડીના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે ફરીવાર સુરત(Surat)માંથી એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિદેશમાં નોકરી આપવાના સપના બતાવી યુવકો પાસેથી…

સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં છેતરપીંડીના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે ફરીવાર સુરત(Surat)માંથી એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિદેશમાં નોકરી આપવાના સપના બતાવી યુવકો પાસેથી લાખોની રકમ પડાવી લેનાર લેભાગુ એજન્ટો(Agents) વિરુદ્ધ વધુ એક ગુનો ઉમરા પોલીસ(Umra police) દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા 2 એજન્ટોની ધરપકડ કરવામ આવી છે જ્યારે 1 હજી પણ ફરાર છે.

મળતી માહિતી મુજબ, ઉપરાછાપરી ગુનાઓ દાખલ થવાને કારણે લેભાગુ એજન્ટ રાજેન્દ્ર તરસરીયાએ પોતાના હાથમાં લોકઅપની જાળી મારી દીધી હતી જેથી તેને ઈજા થઈ હતી. બાદમાં પોલીસ દ્વારા તેની સારવાર કરાવવામાં આવી હતી. આ અંગે પોલીસે જણાવ્યું કે, લોકઅપમાંથી લેભાગુ એજન્ટ રાજેન્દ્ર તરસરીયાને બહાર કાઢતા તેણે પોતાના જ હાથમાં લોકઅપની જાળી મારી દીધી હતી.

જાણવા મળ્યું છે કે, ત્રણેય લેભાગુ એજન્ટો દ્વારા યુવકોને વિદેશમાં નોકરી આપવાના સપના બતાવી યુવકો પાસેથી લાખોની રકમ પડાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ ચીટર ટોળકી દ્વારા 25થી વધુ યુવકો પાસેથી લાખોની રકમ પડાવવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. આ ટોળકીના રાજેન્દ્ર રવજી તરસરીયા(રહે,સર્જન પેલેસ,સીંગણપોર) અને હેમલ હિપેશ પાંડવ(રહે,માધવાનંદ સોસા,કતારગામ)ની વધુ એક ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

આ ત્રણેય યુવકોને વિદેશમાં નોકરી આપવાના નામે ત્રિપુટી ટોળકી દ્વારા 2.38 લાખની રકમ પડાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, આ ગુનામાં શામેલ ધાર્મિક સુરેશ માધવાણી(રહે,નંદીગ્રામ સોસા,કતારગામ) હજુ ફરાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *