યુપીમાં બદંરિયા બાબા પોલીસ માટે માથાનો દુખાવો બન્યા, ઝાડ પર જ પસાર કરે છે દિવસ-રાત

યુપીમાં આજકાલ ઝાડ પર રહેતા બંદરીયા બાબાની ચારેય તરફ ચર્ચા થઇ રહીં છે. બંદરીયા બાબાને જોવા માટે હજારો સંખ્યામાં લોકો ભેગા થાય છે. 60 વર્ષીય…

યુપીમાં આજકાલ ઝાડ પર રહેતા બંદરીયા બાબાની ચારેય તરફ ચર્ચા થઇ રહીં છે. બંદરીયા બાબાને જોવા માટે હજારો સંખ્યામાં લોકો ભેગા થાય છે. 60 વર્ષીય પાર કરી ચુકેલા આ બાબા પાસે નરવાનર જેવી શક્તિઓ છે.

બહરાઇચના સુજૌલીમાં રહેતા આ બાબા જમવાનું અને ઉંઘવાનું કામ પણ ઝાડ ઉપર જ કરે છે. ભગવા વસ્ત્ર પહેરેલા એક સાધુની વેશભૂષાને ધારણ કરનારા આ બાબા બંદરિયા બાબા તરીકે આસપાસના વિસ્તારમાં જાણીતા થયા છે. તેમનું કહેવું છે કે તેઓ ભગવાન હનુમાનના પરમ ભક્ત છે અને તેમને કેટલાય ખાસ શક્તિઓ મળેલી છે, મારા ઉપર ભગવાન હનુમાનના આશિર્વાદ છે. તેમણે મને ઝાડ પર ચડવાની શક્તિ આપી. હું ઝાડ પર રહું છું અને પુજા તથા હવાન કરૂ છું. હું ઝાડની કોઇ પણ ડાળી પર બેસીને ધ્યાન પણ કરું છું.

આસપાસના લોકોનું કહેવું છે કે બંદરિયા બાબા તરીકે જાણીતા આ વ્યક્તિ પીલીભીતના રહેવાસી છે અને તેમને હરિદ્વારમાં ઘણો સમય પસાર કર્યો. જોકે, તેમનું સાચુ નામ શું છે તે કોઇ જાણતું નથી. તેઓ લગભગ ચાર મહિના પહેલા બહરાઇચ પહોંચ્યા, પરંતુ પોલીસે તેમને કાયદો અને વ્યસ્થા માટે અડચણો ઉભી કરી રહ્યાં છે તેમ કહીને તેમને ભગાડી મુક્યા હતા. જોકે, બાબા ફરીથી આવી ગયા અને હવે તેમને જોવા માટે મોટી સંખ્યામાં એકઠા થઇ રહ્યાં છે.

બહરાઇચ પોલીસના પીઆરઓનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસના જવાનને તૈનાત કરવામાં આવ્યાં છે. પોલીસ અનુસાર હજારોની સંખ્યામાં લોકો તેમને જોવા આવી રહ્યાં કંઇ ઘડીએ શું થઇ જાય માટે અમે કોઇ પણ ચાન્સ લેવા માગતા નથી.

બંદરીયા બાબા ઝાડની ટોચ પર આસાન ધારણ કરે છે, જોકે તે મોબાઇલ પર વાચતચીત કરે છે. પોલીસે તેમને કેટલીયવાર નીચે લાવવાના પ્રયત્ન કર્યા પરંતુ તેમને ઝાડ પરથી નીચે ધૂમકો મારવાની ધમકી આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *