GSEB result, Rajkot BOARD RESULT, 12 science result:
માર્ચ 2023 માં યોજાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની GHSEB RESULT ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ ગઈ કાલે સવારે જાહેર થઈ ગયું છે. જેમાં સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.
રાજકોટના વિદ્યાર્થી કુંજ શૈલેષભાઈ સવાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મારા પિતા બેગ બનાવવાનું કામ કરે છે. આજે જે પરિણામ આવ્યું એનાથી ખૂબ ખુશ છું. મારું સારું રીઝલ્ટ મારા પિતા અને દાદીના કારણે જ આવ્યું છે. હું મારા પિતાનું સપનું પૂરું કરીશ.
રોજ સવારે મારાં દાદી મને વહેલા જગાડી દેતા હતાં. હું રાત્રે વહેલા જ સૂઇ જતો હતો. દિવસે લોકોની અવર-જવર અને અવાજ હોવાથી વાંચવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ વહેલી સવારે શાંત વાતાવરણ હોય તો વાંચન કરવાની મજા આવે છે. મારું પરિણામ 99.43 PR અને ગણિતમાં 100માંથી 100 માર્ક આવ્યા છે. જ્યારે ગુજકેટમાં 98.39 ટકા આવ્યા છે. પરિણામથી ખુશ છું, તેમ છતાં ફિઝિક્સમાં વિચાર્યા કરતાં ઓછા માર્ક આવ્યા છે, હું મારા ઓવરઓલ પરિણામથી ખુશ છું.
ધો.12 સાયન્સનું કુલ 65.58 ટકા પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં 72.27 ટકા અને બી ગ્રુપમાં 61.71 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ 90.41 ટકા સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22 ટકા રિઝલ્ટ આવ્યું છે. સૌથી વધુ 83.22 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. ગુજરાતી માધ્યમનું 65.32 ટકા અને અંગ્રેજી માધ્યમનું 67.18 ટકા પરિણામ જોવા મળ્યું છે.
ગત વર્ષ કરતા આ વર્ષે 6.44 ટકા પરિણામ ઓછુ જોવા મળ્યું છે. જેમાં સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.