ગુજરાતમાં ચાર દિવસ પડશે ગાભા કાઢી નાખે તેવી ગરમી- હવામાન વિભાગની આ આગાહી વાંચી ઘર બહાર નીકળજો

Gujarat Heat wave forecast: ગુજરાતમાં આજથી 4 દિવસ ગરમીનો પારો 42થી 44 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતા હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ નાગરિકોએ કેવી કાળજી રાખવી એની એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે. આગામી ચાર દિવસ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી (Heat wave forecast) પડશે.

હજુ પણ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે:

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જો વાત કરવામાં આવે તો આજથી આગામી 4 દિવસ સુધી ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે અને દિવસના તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ છે. એટલે કે આગામી ચાર-પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

ચાર દિવસ અંગ દઝાડતી ગરમીનો કરવો પડશે સામનો:

જો વાત કરવામાં આવે તો આગામી ચાર દિવસ ગુજરાતના લોકોને અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે. રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી જોવા મળશે. ગુજરાતના તમામ ભાગોમાં પાંચ દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી તાપમાનનો પારો વધી શકે છે.

કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ:

મહત્વનું છે કે, ગરમીને લઇ હવામાન વિભાગ દ્વારા લોકોને બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. ગરમીના સીધા સંપર્ક માં આવવાનુ ટાળવું જોઈએ. વજન માં હળવા તેમજ હળવા રંગના, ઢીલા, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. માથું ઢાંકી રાખવા માટે કાપડ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.

શરીરમાં પાણી ઘટી ના જાય તેનું ધ્યાન રાખવું જોઈએ:

તાપમાન વધવાથી લોકો પર પણ તેની 4 દિવસ સુધી અસર રહેવાની શક્યતાઓ છે, જેથી જો બહાર જવાનું થાય તો છત્રી કે માથું ઢંકાય તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ. કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આ સાથે શરીરમાં પાણી ઘટીને ડિહાઈડ્રેશનની સ્થિતિ ઉભી ના થાય તે માટે પાણી-છાસ સહિતના લીકવિડ લેવાની સલાહ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગરમીમાં જેઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે અને સામાન્ય લોકો છે તેમને વધારે ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સાથે નવજાત અને નાના બાળકો છે તેમની પણ કાળજી રાખવાની અને તેમને બપોરના સમયે ગરમીમાં બહાર ના લઈ જવાની સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *