ભ્રષ્ટાચારના ખાડાએ બગોદરા હાઈવેએ વધુ બે ની લીધી બલી

સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ થતાં જ તમામ નદીઓમાં નવાં નીરનું આગમન થયું છે. આની સાથે જ ચેકડેમો ઓવરફલો થઈ ચુક્યા છે. અતિભારે વરસાદને કારણે હાઈવે તથા રસ્તાઓ પર મસમોટાં ખાડા પડી જવાથી તંત્રની પોલ ખુલી છે. રસ્તામાં પડેલ ખાડાને કારણે ઘણીવાર અકસ્માત સર્જાયા હોય એવી ઘટનાઓ સામે આવતી હોય છે. બગોદરા હાઈવે મોત નો હાઇવે બન્યો છે તેવું સ્થાનિકો માની રહ્યા છે તેવામાં વધુ બે યુવાનોનો ભોગ આ હાઈવે એ લીધો છે.

અકસ્માતને કારણે ઘણાં લોકો પોતાનો તેમજ પરિવારજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે. બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.સમગ્ર રાજ્યમાં વરસાદને કારણે મોટાભાગનાં માર્ગોનું ધોવાણ થઈ ગયું છે.

ત્યારે બગોદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં બગોદરા હાઇવે પર વહેલી સવારમાં જ  પાણી ભરેલ ઉડા ખાડામાં કાર ખાબકી જતાં કુલ 2 લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતાં.  જ્યારે અન્ય એકને ઈજા પણ પહોંચી હતી. મૃતકમાં અમદાવાદનાં રહેવાસી ફેનીલ શાહ તેમજ જતીન પંડયાનો સમાવેશ થાય છે.

બગોદરા હાઈવે પર કારચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર પાણી ભરેલ ખાડામાં ખાબકી ગઈ હતી. ત્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં તથા કારને JCBની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *