દર વર્ષે અનેકવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે પરંતુ કોરોનાને લીધે છેલ્લા એક વર્ષથી તમામ તહેવારોની ઉજવણી પર રોક લગાવી દેવામાં આવી છે. દાહોદ નગર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના વાયરસના સતત વધતા જતાં કેસને ધ્યાનમાં લઇ કલેક્ટર વિજય ખરાડી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
દાહોદમાં આગામી હોળી તથા ધૂળેટીના તહેવારોની ઉજવણીમાં ખુબ મોટા પ્રમાણમાં ભીડ એકત્ર થવાની પૂર્ણ શક્યતાને ધ્યાનમાં લઇ આ બન્ને તહેવાર સાથે યોજાતા પરંપરાગત મેળાઓ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેને લીધે લોકોને નિયમોનું પાલન કરવું પડશે.
દાહોદ જિલ્લામાં સતત વધી રહ્યુ છે કોરોનાનું સંક્રમણ :
આગામી હોળી તથા ધૂળેટીના તહેવારો વખતે સમગ્ર જિલ્લામાં પરંપરાગત રીતે આમલી એકાદશી, ધૂળેટી, ચુલ, ચાડિયા તથા ગોળ ગધેડાના મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં નાગરિકો ખુબ મોટા પ્રમાણમાં હાજર રહેતા હોય છે પણ છેલ્લા એક અરસામાં દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.
હવે આવા સમયમાં જો આવા મેળાઓનું આયોજન થાય તો નાગરિકો ખુબ મોટા પ્રમાણમાં સંક્રમિત બને એવી પૂર્ણ શક્યતા રહેલી છે. આ બાબતને ધ્યાનમાં રાખી આમલી અગિયારસ, ધૂળેટી, ચુલ, ચાડિયા તથા ગોળ ગધેડા સહિતના મેળાઓ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
આ તહેવારો નિમિત્તે જાહેર મેળાનું આયોજન કરી શકાશે નહીં :
હોળી-ધૂળેટીના તહેવારો વખતે જાહેર માર્ગ પર જતા રાહદારીઓ, વાહનચાલકો પર રંગ નાખવો નહીં, તેને ઉભા રાખીને નાણા માંગવી નહી. તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરવા નાગરિકોને વિનંતી કરવામાં આવે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આની ઉપરાંત પણ કેટલાક મુદ્દાઓ પર માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
જેમાં લગ્ન તથા સત્કાર સમારોહમાં સ્થળની ક્ષમતાના 50% અથવા મહત્તમ 200 લોકોની મર્યાદામાં આયોજન કરી શકાશે. મરણોપરાંતની ક્રિયામાં 50 વ્યક્તિઓ જોડાઇ શકશે. હોલ, હોટેલ, રેસ્ટોરેન્ટ, ઓડિટોરિયમ, કમ્યુનિટી હોલ, ટાઉન હોલ જેવા બંધ તથા ખુલ્લા સ્થળોએ તેની ક્ષમતાના 50% લોકોની હાજરીમાં કાર્યક્રમો કરી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle