1.બદામ જીવનના દિવસોમાં કરે છે વધારો
ધ સનના અહેવાલ અનુસાર, બદામ ખાવાથી તમારું જીવન 26 મિનિટ વધે છે. આવી સ્થિતિમાં રોજ બદામ ખાવાથી તમારા જીવનના દિવસો વધી શકે છે. તે જ સમયે, પીનટ બટર અને જામ સેન્ડવીચ પણ વ્યક્તિની ઉંમર અડધા કલાકથી વધુ વધારે છે.
2.કેળા-ટામેટા વધારે છે તમારું આયુષ્ય
કેળા ખાવાથી 13.5 મિનિટ વધે છે, ટામેટા ખાવાથી 3.5 મિનિટ વધે છે. આ સિવાય,સાલ્મોન માછલી ખાવાથી 16 મિનિટનું આયુષ્ય વધે છે, પરંતુ પર્યાવરણને ધ્યાનમાં રાખીને, ઓછું ખાવું કે ન ખાવું વધારે સારું રહેશે.
3.ફાસ્ટ ફૂડ-સોફ્ટ ડ્રિંક્સ ઉંમર ઘટાડે છે
પીઝાની એક સ્લાઇસ ખાવાથી 12.04 મિનિટ અને સોફ્ટ ડ્રિંક પીવાથી 8 મિનિટ જીવનની ઓછી થાય છે. આ સિવાય બર્ગર, પ્રોસેસ્ડ માંસ પણ આયુષ્યને મોટા પ્રમાણમાં ઘટાડે છે. તેથી, તેમને ખાવાનું ટાળવું જોઈએ.
4.હોટડોગ પણ ખૂબ જ ખતરનાક છે
નેચર ફૂડ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ તંદુરસ્ત જીવનશૈલી અને જીવનની લંબાઈ પર આધારિત છે. જીવનના દિવસો પર ખાણી -પીણીની અસર જાણવા માટે વૈજ્ઞાનિકોએ અનેક પ્રકારની ખાદ્ય વસ્તુઓ પર આ સંશોધન કર્યું. આ અભ્યાસના તારણો કહે છે કે અમેરિકામાં પ્રોસેસ્ડ માંસ ખાનારા લોકોની સરેરાશ ઉંમર 0.45 મિનિટ ઘટી રહી છે. એટલે કે, જો હોટડોગ સેન્ડવીચમાં 61 ગ્રામ પ્રોસેસ્ડ માંસ હોય, તો તે ખાવાથી વ્યક્તિનું જીવન 27 મિનિટ ઘટી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.