‘ઘરમાં બૈરાં સામે ચાલતું નથી ને સરપંચ બનવા નીકળી પડ્યા છે’- ટાબરીયાનો આ વિડીયો જોઇને કહેશો કે વાત તો સાચી છે

ગુજરાત(Gujarat): રાજ્યમાં બહાર પડેલી LRD ની ભરતીને લઈને રાજ્યભરમાં યુવાનો જોરદાર તૈયારી કરી રહ્યાં છે. ત્યારે LRD ભરતી માટે પ્રયત્નો કરતા યુવાનોનો જુસ્સો વધારતો એક…

ગુજરાત(Gujarat): રાજ્યમાં બહાર પડેલી LRD ની ભરતીને લઈને રાજ્યભરમાં યુવાનો જોરદાર તૈયારી કરી રહ્યાં છે. ત્યારે LRD ભરતી માટે પ્રયત્નો કરતા યુવાનોનો જુસ્સો વધારતો એક ટાબરિયાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા(Social media)ના માધ્યમથી ખુબ જ વાયરલ(Viral video) થઇ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ વીડિયો બનાસકાંઠાના ઝાબડિયા ગામનો હોવાનું માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અત્યારે LRD પરીક્ષાની તડામાડ તૈયારી શરુ કરી દીધી છે. ત્યારે આ ટાબરિયાનો વાયરલ થઇ રહેલો વીડિયો ચોક્કસ જ તેઓનો ઉત્સાહ વધારશે તેવું આ વિડીયોને જોતા લાગી રહ્યું છે.

ઘરમાં પત્ની સામે ચાલતું નથી અને ગામના સરપંચ બનવું છે:
બનાસકાંઠાના આ ટાબરિયાએ આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાને લઈને પણ પોતાની આગવી શૈલીમાં કટાક્ષ કરીને કહ્યું હતું. આ ટાબરિયાએ વાયરલ વીડિયોમાં કહ્યું છે કે, ‘ઘરમાં પત્ની સામે તો ચાલતું નથી અને ગામના સરપંચ બનવા નીકળી પડ્યા છે.’ હાલમાં આ ટાબરિયાનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *