આપઘાતની ઘટનામાં સતત વધારો થવા જઈ રહ્યો છે ત્યારે હાલમાં આવા જ અન્ય એક બનાવને લઈ સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ ડીસા નજીકની ભારત નર્સિંગ કૉલેજમાં એક આઘાતજનક ઘટના બની છે. કૉલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીઓ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધા પછી ચોંકાવનાર અહેવાલો સામે આવ્યા છે.
આપઘાત કરનાર વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ ગયો હતો. ત્યારપછી તેને શિક્ષક દ્વારા કાઢી મૂકવામાં આવ્યો હતો. જો કે, આ વિદ્યાર્થીએ શિક્ષકના ટોર્ચર પછી લાગી આવતા આપઘાત કરી લીધો હોવાનો કોલેજના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓએ આક્ષેપની સાથે હંગામો મચાવીને આચાર્ય વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. ઘટનાની વિગતો એવી છે કે, બનાસકાંઠામાં રસાણા નજીકની નર્સિંગ કોલેજના એક વિદ્યાર્થએ આપઘાત કરી લેતા અન્ય વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો.
મૃતક વિદ્યાર્થી પેપર ચોરી કરતા પકડાઈ જતા તેને ટોર્ચર કરીને કાઢી મુકતા તેણે આપઘાત કર્યો હોવાના ગંભીર આક્ષેપની સાથે વિદ્યાર્થીઓ આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી છે તેમજ જો 12 દિવસમાં આચાર્ય સામે કડક કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
BSC નર્સિંગના બીજા વર્ષ માં અભ્યાસ કરી રહેલ પરેશ પૂંજાભાઈ સુથાર નામનો વિદ્યાર્થી કોલેજમાં પરીક્ષા વખતે પેપરમાં ચોરી કરતા પકડાઈ ગયો હોવાથી આચાર્ય તેની પાસે માફીનામું લખાવી તેના વાલીને બોલાવી ઠપકો આપ્યો હતો. આ ઘટનાના 3 દિવસ પછી વિદ્યાર્થીને લાગી આવતા 3 દિવસ પછી સાબરમતી રિવર ફ્રન્ટ નજીક કેનાલમાં કૂદી આપઘાત કર્યો હતો.
જો કે, આપઘાત કરવા પાછળ કોલેજના સંચાલકો જવાબદાર હોવાના આક્ષેપોની સાથે અન્ય વિદ્યાર્થીઓએ કોલેજમાં ભારે હંગામો મચાવ્યો હતો. 500થી પણ વધારે વિદ્યાર્થીઓએ સવારથી જ કોલેજનો ગેટ બંધ કરીને ત્યાં મૃતક વિદ્યાર્થીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
આની સાથે જ આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જો કે, ત્યારપછી કોલેજના ટ્રસ્ટી મંડળે આવીને વિદ્યાર્થીઓને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. વિદ્યાર્થીઓએ માંગણી કરી છે કે, ફક્ત 12 દિવસમાં વિદ્યાર્થીની આત્મહત્યા માટે જવાબદાર આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.