હાઈવે પર દારૂડિયાએ મચાવી ધમાલ: નશાચુર યુવકે કારની બોનેટ પર ચડીને માર્યા કુદકા- જુઓ વિડીયો

રાજ્યમાં આવેલ સુરત શહેર નજીકથી પસાર થતા કિમ -પીપોદરા હાઈવે પર નશામાં ભાન ભૂલી ગયેલ યુવકને લીધે ખુબ ટ્રાફિક જામ સર્જાયો હતો. દારૂ પીધેલ હાલતમાં…

રાજ્યમાં આવેલ સુરત શહેર નજીકથી પસાર થતા કિમ -પીપોદરા હાઈવે પર નશામાં ભાન ભૂલી ગયેલ યુવકને લીધે ખુબ ટ્રાફિક જામ સર્જાયો હતો. દારૂ પીધેલ હાલતમાં યુવક હાઇવે પર પહોંચી ગયો હતો. યુવક હાઇવે પર જઈને ગાડીની સામે સૂઈ જતો હતો તો ક્યારેક ગાડી પર કૂદવાનું શરૂ કરી દેતો હતો. જેને લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનચાલકો કોઈ સમજી શકે તેવી સ્થિતિ ન હતી યુવકનું વર્તન એવા પ્રકારનું હતું કે, તમામ વાહન ચાલકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ગાડીઓ પર ચડીને ધમાલ મચાવી:
યુવક નશામાં એટલો ચકચૂર હતો કે, એને જાણે પોતાના જીવ જોખમમાં મુકતા પણ ભય લાગતો ન હતો. હાઈવે પર આવી રહેલ ગાડીઓની સામે ઉભો રહીને ગાડીઓને અટકાવતો હતો. ગાડી નીચે સૂઈ જતો હતો. ગાડીઓ ઉપર ચડીને બૂમાબૂમ કરતો હતો તેમજ ગાડીની ઉપર જ કૂદવાનું શરૂ કરી દેતો હતો. યુવકની હાલત જોઈને વાહનચાલકો પણ સમજી ન શકતા હતા કે આ શું થઈ રહ્યું છે?

ટ્રાફિક જામ સર્જાયો હતો:
ગાડીની સામે હાઇવે ઉપર જ સુઈ જતો હતો તેમજ ગાડીના કાચ તોડવાનો પ્રયત્ન કરતો રહેતો હતો. યુવક એકલો જ હતો. તેની સાથે કોઈ જ ન હતું. કયા કારણસર આ રીતનું વર્તન કરી રહ્યો છે તે કોઈ સમજી શકતું ન હતું. દારૂ પીધેલ યુવકના તોફાનથી ટ્રાફિક જામ સર્જાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

ક્યારેક વાહનોની સામેથી દૂર થઈ ગયો તો ક્યારેક અન્ય વાહનોને ફરીથી રોકી લેતો હતો પણ પુરપાટ ઝડપે દોડતા વાહનોની સામે હાઇવે ઉપર ઊભા રહેવામાં તેને જરા પણ ભય લાગતો ન હતો. જેને લીધે વાહનચાલકોને જીવ પણ જોખમમાં મૂકાઈ ગયાં હતાં. કેટલાક વાહનચાલકો તેને હટવા માટે કહેવાતું હતું પરંતુ તે કોઈની વાત માનતો ન હતો.

લોકોએ મેથીપાક આપ્યો:
યુવાને દારૂ પીધેલ હાલતમાં તોફાન મચાવતા વાહનચાલકો ઉશ્કેરાઈ જતા કેટલાક લોકો થોડી વાર સુધી તેનો વીડિયો બનાવતા રહ્યા હતાં પણ યુવકે તેનું તોફાન વધારતાં લોકોએ એકત્ર થઈને તેને મેથીપાક ચખાડ્યો હતો. યુવાન એટલો નશામાં હતો કે, જે લોકો તેને મારી રહ્યા હતા અને સાથે પૂછતા હતા કે તે ક્યાંથી આવ્યો છે પણ તે કોઈપણ બાબતનો જવાબ આપી રહ્યો ન હતો. યુવક ક્યાંથી આવ્યો છે, તે કોઈને જ ખબર ન હતી અને તે પણ બોલવા તૈયાર ન હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *