વોશિંગ મશીનમાં કપડા નાખવા ગયા ત્યાં તો અંદરથી નીકળ્યા ચાર સાપ- જુઓ દિલધડક વિડીયો

આજકાલ ઘણા અજીબોગરીબ ઘટના બનતી હોય તેવા વિડીયો વાઈરલ થાય છે. ત્યારે પાલનપુરની એક સોસાયટીમાં વોશિંગ મશીનમાં ચાર સાપ ઘુસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ જોઇને જ પરિવારનો પરસેવો છૂટી ગયો હતો.

આ દરમિયાન લોકોએ વોશિંગ મશીનમાંથી સાપ નીકાળવા માટે રેસક્યુ ટીમને બોલાવી હતી. સાપનું રેસ્ક્યુ કરનારા સ્થાનિક યુવકો દ્વારા એક પછી એક એમ કુલ ચાર સાપને પકડીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ તમામ સાપને સુરક્ષિત સ્થળે છોડતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. આ સમાચાર વાયુવેગે આસપાસનાં વિસ્તારોમાં ફેલાતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

મળતી માહિતી મુજબ, પાલનપુર શહેરમાં આવેલી રાધે રેસીડેન્સીના એક રહેણાંક મકાનમાં રાખેલા વોશિંગ મશીનમાં ચાર સાપ ઘૂસી ગયા હોવાની ઘટના સામે આવી હતી. રાધે રેસીડેન્સીમાં આવેલા એક મકાનમાં મહિલાએ જ્યારે કપડાં ધોવા માટે વોશિંગ મશીન ખોલ્યું તો અંદર સાપ જોતા જ તે ડરી ગઈ હતી. જેથી તેમના પરિવાર દ્વારા તરત જ સાપનું રેસ્ક્યુ કરનારી ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ સાપ પકડનાર યુવકોએ પહેલા વોશિંગ મશીને ઘરની બહાર મૂક્યું હતું. જેથી જો સાપના રેસ્ક્યુ સમયે સાપ છટકે તો પણ કોઇ વ્યક્તિને હાની ન પહોંચાડી શકે. આ યુવકો દ્વારા બે કલાક સુધી મહેનત કર્યા બાદ એક પછી એક એમ કુલ ચાર સાપને રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.

જેમાં બે મોટા સાપ હતા અને બે સાપનાં બચ્ચા હતા.  ટીમે રેસ્કયુ કરી ચારેય સાપને પકડીને એક થેલીમાં ભરીને સુરક્ષિત સ્થળે છોડી મુક્યા હતા. એક સાથે વોશિંગ મશીનમાં ચાર સાપ ઘૂસી જતા આ ઘટનાને જોવા માટે આજુબાજુના લોકોના ટોળેટોળા આવી પહોંચ્યા હતા. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *