બનાસકાંઠા(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માત(Accident)ની ઘટનાઓ દરમિયાન ફરીવાર બનાસકાંઠા(Banaskantha)ના કપાસિયા ઘોટા ગામ (Kapasiya Ghota village) પાસે આજે મોડી રાત્રે એન્ડ રનની(Hit and run) ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે બાઇક સવાર યુવકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.
મળતી માહિતી મુજબ, અમીરગઢ તાલુકાના કપાસિયા ધોટા ગામ પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ધનપુરા અને કપાસિયા ગામના બે યુવકો મોડી રાત્રે બાઈક લઈને રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન, અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પરથી રોડ પર પટકાતા લોહીલુહાણ થયેલા બંને યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજયા હતા.
આ ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો અને અમીરગઢ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને બંને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ જતા પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે, અજાણ્યા વાહનની ટક્કરે બાઇકના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બંને યુવકોના રોડ પર જ મૃત્યુ થયા હતા. આ ઉપરાંત, બનાવ સ્થળે લોહીના ખાબોચીયા પણ ભરાઈ ગયા હતા. ઘટના સ્થળે લોકો જ્યારે પહોંચ્યાં ત્યારે કમકમાટીભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા.
મૃતકોનાં નામ
1) ગોબરાજી શામળાજી વાલેરા
2) મોહનજી હરીજી કુમરેચા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.