બનાસકાંઠાના અમીરગઢ પાસે દૂધના ટેન્કર, બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયો ટ્રિપલ અકસ્માત, 11 મુસાફર ઈજાગ્રસ્ત

બનાસકાંઠા(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. તેવામાં આજે વહેલી સવારે બનાસકાંઠામાં અમીરગઢ પાસે નેશનલ હાઇવે (National highway) પર ટ્રિપલ અકસ્માત (Triple accident near Amirgadh)ની ઘટના નજરે આવી છે. આ અકસ્માતમાં 11થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને કારણે સ્થાનિક એલ એન્ડ ટી, 108 એમ્બ્યુલન્સ વાન અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે અમીરગઢ અને પાલનપુર સરકારી હોસ્પિટલ(Palanpur government hospital)માં લઇ જવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આજકાલ રોડની બાજુમાં ઊભા રહેલા વાહનો સાથે અન્ય વાહનોની ટક્કરના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવો જ એક બનાવ અમીરગઢ પાસે બન્યો છે. આ બનાવમાં રોડની બાજુમાં ઊભેલા ટ્રેલરની પાછળ દૂધનું ટેન્કર અને તેની પાછળ બસ ઘૂસી ગયા હતા. અકસ્માત પછી ટ્રાફિક જામના દ્રશો પણ જોવા મળ્યા હતા.

આજે વહેલી સવારે પાલનપુર – આબુ રોડ નેશનલ હાઇવે પર ટ્રિપલ અકસ્માત સર્જાતા 11થી વધુ મુસાફરોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અમીરગઢ પાસે નેશનલ હાઇવે પર એક ટ્રેલરમાં ટેક્નિકલ ખામીને તે રોડની સાઈડમાં પાર્ક કરેલું હતું. તે દરમિયાન પાછળથી આવી રહેલી દૂધના ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા ટ્રેલરની પાછળ જોરથી ટક્કર લાગી હતી.

તે જ સમયે દૂધના ટેન્કરની પાછળ આવી રહેલી ખાનગી બસના ચાલકે બસ પરથી કાબૂ ગુમાવતા બસ દૂધના ટેન્કર પાછળ ઘૂસી ગયો હતો. આમ રોડની સાઈડમાં ઉભેલા ટ્રેલરની પાછળ દૂધનું ટેન્કર અને તેની પાછળ ખાનગી બસ એમ જતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં ટેન્કર ચાલક અને બસમાં બેઠેલા મુસાફરો સહિત 11 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

સારવાર માટે તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને અમીરગઢ અને ત્યાંથી વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ત્રણેય વાહનને ભારે નુકસાન પહોચ્યું હતું. બસનો આગળના ભાગનું પડીકું વળી ગયું હતું તો દૂધના ટેન્કર અને ટ્રેલરને પણ ભારે નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *