ગુજરાતમાં આ જગ્યાએ પડશે કાળઝાળ ગરમી: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી- જાણો ક્યાં શહેરમાં કેટલા ડીગ્રી રહેશે તાપમાન

હજુ તો એપ્રિલ (April) મહિનાની શરૂઆત થઈ છે ત્યાં તો ગરમીનો (summer) પારો ખુબ જ ઝડપથી વધી રહ્યો છે, લોકો અત્યારથી જ ગરમીથી ત્રાહિમામ થઈ…

હજુ તો એપ્રિલ (April) મહિનાની શરૂઆત થઈ છે ત્યાં તો ગરમીનો (summer) પારો ખુબ જ ઝડપથી વધી રહ્યો છે, લોકો અત્યારથી જ ગરમીથી ત્રાહિમામ થઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની (Ambalal Patel) આગાહી કરી છે કે, 10થી 16 એપ્રિલ આંકરી ગરમીના એંધાણ છે. અમદાવાદ સહીત રાજ્યમાં (Gujarat) ગરમીનો પારો વધારે ઊંચકાશે. ગુજરાતનાં અનેક વિસ્તારોમાં તો ગરમીનો પારો અત્યારથી જ 40 ડિગ્રીને પાર ગયો છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગરમી સાથે વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, તારીખ 13થી 17 એપ્રિલમાં પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાદળોની શક્યતા રહેશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 7 તારીખ સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા કે કમોસમી વરસાદની સંભાવના છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે. રાજસ્થાનના ભાગોમાં પણ હવામાન પલટો આવી શકે. આ દરમિયાન ગુજરાતમાં ધીરે ધીરે ગરમી વધશે અને 10 એપ્રિલથી ગરમી એકદમ વધવાની ચાલુ થશે. જે 16મી એપ્રિલ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે.

હવામાન વિભાગ દ્રારા બે દિવસ સૌરાષ્ટ્રમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર કરી ગયો છે. રાજકોટ ગરમીનો પારો 41 ડીગ્રીએ પહોંચતા રાજકોટ મહાનગરપાલીકા દ્રારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી બે દિવસ હિટવેવ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકાનાં આરોગ્ય વિભાગ દ્રારા હિટવેવને લઇને ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, તા.10 એપ્રિલથી ગરમીનું જોર વધશે. જેની અસર રાજ્યભરમાં વર્તાશે. તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે એવી પૂરી સંભાવનાઓ છે. રવિવારે અમદાવાદ બાદ સુરેન્દ્રનગર 37.8 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 37.6 ડિગ્રી, ગાંધીનગરમાં 36.8 ડિગ્રી, વિદ્યાનગરમાં 36.7 ડિગ્રી, વડોદરામાં 36.6 ડિગ્રી, ડીસામાં 36.4 ડિગ્રી, સુરતમાં 35.5 ડિગ્રી, કેશોદ-ભાવનગરમાં 35.2 ડિગ્રી, ભૂજમાં 35 ડિગ્રી, દીવમાં 32.3 ડિગ્રી, વલસાડમાં 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલે જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં અંગ દઝાડતી ગરમી પડવાની છે. તા.7 માર્ચથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 38-39 સુધી જશે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, તા.10 એપ્રિલથી પ્રચંડ તાપની સંભાવના છે. જ્યારે તા.10 થી 16 દરમિયાન રાજસ્થાનના બાડમેરમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચે એવી પૂરી શક્યતાઓ છે. જેની એક અસર ગુજરાત પર થશે. જોકે, એપ્રિલ મહિનો શરૂ થતા જ અમદાવાદમાં ગરમી શરૂ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *