અકસ્માતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. અકસ્માતને કારણે ઘણાં લોકોને પોતાનો તેમજ પોતાના પરિવારજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. અકસ્માતની આવી જ એક ઘટના બનાસકાંઠામાંથી સામે આવી રહી છે. બનાસકાંઠાના ડીસા નજીક આવેલ ઓવરબ્રિજ પર આજે ટ્રેલરની પાછળ ટ્રેલર ઘુસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત પછી ટ્રેલરમાં અચાનક આગ લાગી જતા એક ચાલકનું સળગી જતાં કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને કારણે ડીસા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો તેમજ મૃતકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. ડીસામાં આખોલ ચાર રસ્તા નજીક ઓવરબ્રીજ પર આજે વહેલી સવારમાં એક ટ્રેલરની પાછળ ટ્રેલર ઘુસી જતા અકસ્માત થયો હતો.
આગળ જઇ રહેલ ટ્રેલર ચાલકે બ્રેક મારતા જ પાછળ આવી રહેલ ટ્રેલર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતથી અચાનક ટ્રેલરમાં આગ લાગી જતાં અફડાતફડી સર્જાઇ હતી. ઘટનાને કારણે ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી પણ ફાયર ફાઈટરની ટીમ આગ બુઝાવે એની પહેલા એક ટ્રેલર ચાલક કેબિનમાં જ સળગી જતા એનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાંની સાથે જ ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ મૃતકની મૃતદેહને માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં એટલી વિકરાળ હતી કે, ડ્રાઇવર પોતાની કેબિનમાં જ સળગીને ભડથું થઈ ગયુ હતું. ઘટનાને કારણે આગના ગોટેને ગોટા વળ્યા હતા તેમજ રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
આગને કાબુમાં લઈ ટ્રકના ડ્રાઇવરનાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો તેમજ એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે. અહીં ઉલ્લખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી અકસ્માતની વણઝાર લાગી છે ત્યારે અઠવાડિયામાં ભાગ્યે જ કોઈ દિવસ એવો વિતે છે જ્યારે અકસ્માત થયો ન હોય. આ અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle