હોળીના એક દિવસ પહેલા ગુરુવારે બાંગ્લાદેશ(Bangladesh)ની રાજધાની ઢાકા(Dhaka) સ્થિત ઈસ્કોન મંદિર(ISKCON Temple)માં હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ લગભગ 200 લોકોનું ટોળું મંદિરમાં ઘૂસી ગયું હતું અને તોડફોડ કરી હતી. આ સાથે ત્યાં લૂંટફાટ(Robbery) પણ કરવામાં આવી છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો ઢાકાના રાધાકાંતા મંદિરમાં થયો હતો, જે ઈસ્કોનનો ભાગ છે.
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય માટે કામ કરતી સંસ્થાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ હુમલાની કેટલીક તસવીરો અને માહિતી શેર કરી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે મંદિરની એક દિવાલ તોડી પાડવામાં આવી છે. આ સાથે ત્યાંથી માલસામાનની પણ લૂંટ થઈ છે.
જેમાં જણાવવામાં આવ્યું છે કે દર્શન કરવા આવેલા ભક્તોએ પોલીસને પણ હુમલાની જાણ કરી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. આ પહેલા પણ બાંગ્લાદેશમાં મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં, ચૌમુની સ્થિત ઇસ્કોનના શ્રી શ્રી રાધાકૃષ્ણ ગૌરા નિત્યાનંદ જ્યુ મંદિર પર પણ ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી. આ હુમલામાં 6થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ પણ છે. આ સાથે અન્ય ઘણા શહેરોમાં મંદિરો પર પણ હુમલા કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.