ભારે કરી! શરુ મેચમાં ઉંધો લેંઘો પહેરીને મેદાનમાં ઉતરી ગયો 43 બોલમાં 81 રન ફટકારનાર ખેલાડી, વિડીયો થયો વાયરલ

Wriddhiman Saha trolled over reverse pent: IPL માં 7મી મેના રોજ પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ…

Wriddhiman Saha trolled over reverse pent: IPL માં 7મી મેના રોજ પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium, Ahmedabad) માં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 2 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. બાદમાં લખનૌ સુપર જાયન્ટ્સ સાત વિકેટે 171 રન જ બનાવી શકી હતી અને ગુજરાતે 56 રને જીત મેળવી હતી.

રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) લખનૌ સુપર જાયન્ટ્સ સામે જોરદાર બેટિંગ કરતા જોવા મળ્યો હતો. પરંતુ આ સમયે રિદ્ધિમાન સાહા તેના અલગ એક્ટને કારણે સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં છે. હકીકતમાં, લખનૌ સુપર જાયન્ટ્સની ઇનિંગ દરમિયાન, રિદ્ધિમાન સાહા ઉંધો ટ્રેક પેન્ટ પહેરીને મેદાનમાં ઉતર્યો હતો.

રિદ્ધિમાન સાહાએ ઉતાવળમાં આવી ભૂલ કરી

ગુજરાત ટાઇટન્સના ખેલાડી રિદ્ધિમાન સાહાએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. સાહાએ 43 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 81 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જેના કારણે ગુજરાત ટાઇટન્સ બોર્ડ પર મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી.

પરંતુ શાનદાર ઈનિંગ બાદ રિદ્ધિમાન સાહાએ મેદાનમાં એક અજીબો ગરીબ હરકત કરી. વાસ્તવમાં, લખનૌની ઈનિંગ દરમિયાન, રિદ્ધિમાન સાહા ઉંધો ટ્રેક પેન્ટ પહેરીને મેદાન પર ઉતર્યો હતો. થોડી ઓવર પછી રિદ્ધિમાન સાહા ડ્રેસિંગ રૂમમાં ગયો જે દરમિયાન કેએસ ભરત તેની જગ્યાએ વિકેટકીપિંગ કરવા મેદાનમાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર ચાહકોનું કહેવું છે કે રિદ્ધિમાન સાહા મેચમાં વિકેટકીપિંગ કરવા માટે તૈયાર નહોતો. બીજી તરફ, કેટલાક ચાહકોનું કહેવું છે કે રિદ્ધિમાન સાહા મેદાન પર આવવા માટે ખૂબ જ ઉતાવળો હતો, જેથી ટ્રેક ઉંધો પહેરી લીધો. રિદ્ધિમાન સાહાના આ એક્શન પર ફેન્સ સોશિયલ મીડિયા પર ફની રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *