બેન્ક KYC ના બહાને અમરોલી કોલેજના મહિલા પ્રોફેસર સાથે પચાસ હજારની છેતરપિંડી

અમરોલી કોલેજ ની લેક્ચરર શનિવારે ટેલીકોલિંગ ફ્રોડ નો શિકાર બની હતી. ભેજાબાજે ફોન કરીને કેવાયસી કરવાના બહાને એકાઉન્ટ અને એટીએમ ની વિગતો મેળવી ટુકડે-ટુકડે ત્રણ…

અમરોલી કોલેજ ની લેક્ચરર શનિવારે ટેલીકોલિંગ ફ્રોડ નો શિકાર બની હતી. ભેજાબાજે ફોન કરીને કેવાયસી કરવાના બહાને એકાઉન્ટ અને એટીએમ ની વિગતો મેળવી ટુકડે-ટુકડે ત્રણ વાર તેમના ખાતામાંથી રૂપિયા ૫૦ હજાર ઉપાડી લીધા.

પ્રાપ્ત માહિતી મુજબ અડાજણ, પાલ ખાતેની શુભમ રેસિડેન્સીમાં રહેતા પ્રીતિબેન શૈલેષભાઈ ટેલર અમરોલી માં આવેલી sutex બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ નામની કોલેજમાં લેક્ચરર છે. કોલેજ માં વેકેશન હોવાથી ગઈ કાલે તેઓ ઘરે બેઠા હતા ત્યારે,સાંજના સમયે તેમને ફોન આવ્યો હતો. ફોનમાં બોલનારી વ્યક્તિએ , “મેં બેંક ઓફ બરોડા કે હેડ ઓફિસ સે બોલતા હું આપકે એકાઉન્ટ કી કેવાયસી કરને કે લિયે આપકો ડિટેલ દેની પડેગી.” પ્રીતિબેનને કેવાયસી કરવા બાબતે પ્રશ્ન પૂછતા ફોન કરનારા ભેજાબાજે બધા જ એકાઉન્ટની કેવાયસી કરવાની છે,એમ કહ્યું. જેને પગલે પ્રીતિબેન એ પોતાના બેંક.ઓફ.બરોડા ના એકાઉન્ટની વિગતો, એટીએમ ની તમામ માહિતી આપી દીધી હતી.

ત્યારબાદ ફોન કરનાર ત્રણ વખતે ટુકડે ટુકડે તેમના એકાઉન્ટમાંથી રૂપિયા ૫૦ હજારનું ટ્રાન્ઝેક્શન કરી તેમની પાસેથી ઓટીપી નંબર પણ મેળવી લીધો હતો. બાદમાં તેણે પ્રીતિબેન ઓટીપી નંબર ના મેસેજ ડીલીટ કરશો તો એકાઉન્ટમાં પૈસા પાછા આવી જશે,એમ કહીને મેસેજ પણ ડીલીટ કરાવી લીધા હતા. પૈસા પાછા ન આવતા પ્રીતિબેન હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો. ક્યાં વાતચીત થતા તેઓ છેતરાયા હોવાનો ખ્યાલ આવતા અડાજણ પોલીસ મથકે દોડી ગયા હતા. બનાવ અંગે અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમય અંતરે આવા બનાવો બનતા અટકાવવા પોલીસ દ્વારા જાગૃતિ લાવવાના પ્રયાસો થયા છે. એમ છતાં આવા બનાવો અટકવાનું નામ નથી લેતા. અચરજ તો ત્યારે થઇ છે કે જ્યારે ભણેલા-ગણેલા લોકો પણ આવા ભેજાબાજ નો બાજુ નો શિકાર બને છે.

આ બાબતે પ્રીતિબેન ટેલર દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા અડાજણ પોલીસે 406 અને 420ની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ રમેશ કાંબરીયા એ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *