નેતાઓ પ્રચારમાં મસ્ત,જનતા પાણી વગર ત્રસ્ત. જાણો વધુ

ગુજરાતમાં પાણીનો ધૂમ વેપાર, લોકો પાણી ખરીદવા મજબૂર – ગામડાંઓમાં પાણીના ટેન્કરોની ડિમાન્ડ, ટેન્કરનો ભાવ રૂા. 400થી વધીને રૂપિયા એક હજારે પહોંચ્યો. ગુજરાતમાં પીવાના પાણીની…

ગુજરાતમાં પાણીનો ધૂમ વેપાર, લોકો પાણી ખરીદવા મજબૂર

– ગામડાંઓમાં પાણીના ટેન્કરોની ડિમાન્ડ, ટેન્કરનો ભાવ રૂા. 400થી વધીને રૂપિયા એક હજારે પહોંચ્યો.

ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. છેવાડા-સરહદી ગામડાઓમાં તો પાણી મેળવવા લોકોએ દૂર દુર સુધી જવુ પડે છે. શહેરોમાં ય ઓછા પ્રેશરથી પાણી મળી રહ્યુ છે તેવી ફરિયાદો ઉઠી છે.

આ પરિસ્થિતી છતાંય રાજ્ય સરકારનો દાવો છેકે, ગુજરાતમાં પીવાના પાણીની કોઇ સમસ્યા સર્જાશે નહી. વાસ્તવમાં પાણીની એવી અછત સર્જાઇ છેકે, લોકોને પાણી ખરીદવા મજબૂર થવુ પડયુ છે. આ તકનો લાભ લઇ ખાનગી ટેન્કરવાળાઓને તો જાણે કમાણી થઇ છે. ટેન્કરના ભાવમાં ય રૃા.૨૦૦થી માંડીને રૃા.૫૦૦ સુધી ભાવવધારો કરી દેવાયો છે.

અમદાવાદ જેવી મેટ્રોસિટીમાં ય પાણીના પોકારો ઉઠયાં છે. નારોલ, વટવા , ફતેહવાહી , ગ્યાસપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન ગંભીર છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેન્કરથી આ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે.

કેટલાંય વિસ્તારોમાં તો પાણીનુ નેટવર્ક જ નથી. લોકો બોરનુ પાણી ઉપયોગમાં લઇ રહ્યાં છે. આ સ્થિતીમાં લોકો પાણી ખરીદવા મજબુર છે. ખાનગી ટેન્કર મંગાવી પાણીની જરુરિયાત પુર્ણ કરી રહ્યાં છે. અમદાવાદમાં પાણીની એક ખાનગી ટેન્કરનો ભાવ રૃા.૭૫૦ બોલાય છે.અત્યાર સુધી રૃા.૫૦૦માં ટેન્કર મળતી હતી.

સાબરકાંઠા , બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી ટેન્કરોની જાણે ડિમાન્ડ બોલાઇ છે. ખેડબ્રહ્માના આંતરિયાળ ગામડાઓ જેવા કે, આગિયા, મટોડા , ગુંદેલ , મનજીપુરા સહિતના આદિવાસી વિસ્તારોમાં એક પાણીની ટેન્કર જોઇએ તો, રૃા.૧૦૦૦-૧૨૦૦ ચૂકવવા પડે છે. અત્યાર સુધી ગામડાઓમાં રૃા.૪૦૦-૫૦૦માં ટેન્કર મળતી. હવે પાણીની અછતનો લાભ લઇ ખાનગી ટેન્કરના માલિકો ય કમાણી કરવા માંડી છે.

ખાનગી ટેન્કરના માલિકોએ જ ૨૦૦-૨૫૦ ફુટ ઉંડા બોર કરીને પાણીનો જાણે વેપાર શરુ કરી દીધો છે. ખેતર અને વાડીઓમાં બોરમાંથી પાણી મેળવીને ટેન્કરના માધ્યમથી વેપાર કર્યો છે. સરકાર ભલે દાવો કરે પણ પાણીની સમસ્યા એટલી હદે વકરી છેકે, ગામડાઓમાં એકાદ બે ટેન્કરથી ગ્રામજનોની પાણીની જરુરિયાત સંતોષાય તેમ નથી.

આ કારણોસર લોકો નાણાં ખર્ચી ખાનગી ટેન્કર મંગાવી પાણી ખરીદી રહ્યાં છે. માત્ર એકાદ બે જિલ્લામાં જ નહીં, રાજયમાં મોટાભાગના જિલ્લાઓમાં ખાનગી ટેન્કરના માલિકો માટે આ કમાણીની સિઝન સાબિત થઇ છે . ખુદ સરકારે જ કબૂલ્યુ છેકે,કેટલાંય વિસ્તારોમાં ટેન્કરથી પાણી પહોચાડાય છે . આમ, ટેન્કર માલિકોને બખ્ખાં થયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *