FD મુકવાનું વિચારી રહ્યા છોડ્યું? તો આ બેંક સિવાય બીજે નહિ જતા, નહિતર નહી મળે ફાયદો

દેશમાં એવા ઘણા લોકો છે જેઓ હજુ પણ તેમના પૈસા બેંકમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જો તમે ICICI બેંકના ગ્રાહક(Bank customer) છો, તો આ…

દેશમાં એવા ઘણા લોકો છે જેઓ હજુ પણ તેમના પૈસા બેંકમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જો તમે ICICI બેંકના ગ્રાહક(Bank customer) છો, તો આ સમાચાર તમારા કામના છે. ICICI બેંકે તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે અને તેના FD વ્યાજ દરોમાં મોટો ફેરફાર કરીને તેમાં 5 બેસિસ પોઈન્ટ (Basis points)નો વધારો કર્યો છે. બેંકે 1 થી 10 વર્ષની સમય મર્યાદા સાથે FD માટે આ વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ વ્યાજ દર 2 કરોડની સિંગલ એફડીથી 5 કરોડની એફડી પર લાગુ થાય છે.

આ વ્યાજ દર આ સમયગાળાની FD પર ઉપલબ્ધ છે: 
ICICI બેંકના ગ્રાહકોને 30 માર્ચ, 2022 પછી કરવામાં આવેલી FD પર આ નવા દરનો લાભ મળશે. આ દરો 1 વર્ષથી 389 દિવસની એફડી અને 390 દિવસથી 15 મહિનાથી ઓછા સમયની એફડી માટે લાગુ થશે. બેંક 1 વર્ષથી 15 મહિનાની FD પર ગ્રાહકોને 4.20 ટકા વ્યાજ દર આપશે. અગાઉ આ વ્યાજ દર 4.15 ટકા હતો.

તેમજ બેંક 15 થી 18 મહિનાની FD પર 4.20 ટકા વ્યાજ દર આપશે, જે અગાઉની તુલનામાં 5 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરશે. જયારે 18 મહિનાની એફડીમાં 5 બેસિસ પોઇન્ટનો વધારો કરીને, તે 4.35 ટકા વ્યાજ દર આપવામાં આવશે. આ દમિયાન 2 વર્ષથી લઈને 3 વર્ષની 2 કરોડની FD પર 4.55 ટકા, 3 વર્ષથી 5 વર્ષની FD પર 4.65 ટકા. બેંક 5 વર્ષથી 10 વર્ષની વચ્ચેની FD પર ગ્રાહકોને 4.65 ટકા વ્યાજ દર આપશે. તમને જણાવી દઈએ કે, આ તમામ વ્યાજ દર સામાન્ય લોકો માટે છે.

આવા વ્યાજ દર ટૂંકા ગાળાની FD પર ઉપલબ્ધ રહેશે: 
નોંધનીય છે કે બેંકે 1 વર્ષથી ઓછી FDના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. બેંક 2 કરોડથી 5 કરોડ સુધીના 7 થી 29 દિવસના સમયગાળામાં 2.50 ટકા વ્યાજ આપી રહી છે. તેમજ 30 થી 45 દિવસની FD પર 2.75 ટકા વ્યાજ દર મળશે. 46 થી 90 દિવસ સુધી 3 ટકા, 91 થી 120 દિવસ સુધી 3.35 ટકા, 121 થી 150 દિવસ સુધી 3.35 ટકા, 151 દિવસથી 184 દિવસ સુધી 3.35 ટકા, 185 દિવસથી 210 દિવસ સુધી 3.60 ટકા, 211 દિવસથી 270 દિવસ, 3.60 ટકા FD પર વ્યાજ દર ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *