છોકરીના કાનમાં ઘુસી ગયો જીવતો કરચલો, પછી તો જે ધમપછાડા થયા… -જુઓ VIRAL વિડીયો

જો તમે સોશિયલ મીડિયા(Social media) પર ખતરનાક અને વિચિત્ર વીડિયો(video) જોવો છો તો તમને જણાવી દઈએ કે આ વિડીયો જોવો તમને ખુબ જ પસંદ આવશે.…

જો તમે સોશિયલ મીડિયા(Social media) પર ખતરનાક અને વિચિત્ર વીડિયો(video) જોવો છો તો તમને જણાવી દઈએ કે આ વિડીયો જોવો તમને ખુબ જ પસંદ આવશે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, એક મહિલાના કાનમાંથી કરચલો બહાર કાઢવામાં આવે છે. હા, તમે આ બિલકુલ સાચું વાંચ્યું છે. દરિયામાં સ્નોર્કલિંગ કરવા ગયેલી એક મહિલાના કાનમાં અચાનક એક કરચલો ઘૂસી જાય છે. જો કે આ કરચલાનું કદ ઘણું નાનું હતું, તેમ છતાં તે મહિલાના કાનમાં ઘુસી ગયો હતો.

છોકરીના કાનમાં અચાનકથી ઘુસી ગયો કરચલો: 
આ ભયાનક ફૂટેજમાં એક મહિલાના કાનની અંદર એક જીવતો કરચલો ફસાયેલો જોવા મળ્યો હતો. આ વીડિયોને એક યુઝરે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કૅપ્શન મુજબ, પ્યુઅર્ટો રિકોના સાન જુઆનમાં સ્નોર્કલિંગ કરતી વખતે એક નાનો કરચલો મહિલાના કાનમાં ઘૂસી ગયો હતો.

કરચલાને કાઢવામાં આવ્યો કાનની બહાર:
વીડિયોમાં જોઈ શકાય છે કે, તેનો મિત્ર યુવતીને તેના કાનમાંથી કરચલો કાઢવામાં મદદ કરી રહ્યો છે. કાનની અંદર નાનો ચીપિયો નાખીને તેને બહાર કાઢવાનો પ્રયાસ કરો. ઘણા પ્રયત્નો પછી આખરે તેણે કરચલાને કાનમાંથી બહાર કાઢ્યો, ત્યારબાદ તડપી રહેલી યુવતીએ રાહતનો શ્વાસ લીધો હતો. કાનમાંથી કરચલો નીકળતાંની સાથે જ યુવતી જોરથી બૂમ પાડી, ‘શું છે?’.

સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ: 
સોશિયલ મીડિયા પર કેપ્શન લખ્યું છે કે, ‘સાન જુઆનમાં સ્નોર્કલિંગ. એક ખતરનાક કરચલો તેના કાનમાં ઘુસીને તેને પરેશાન કરી રહ્યો હતો. જે તમે વાયરલ થયેલ વીડિયો જોઈ શકો છો, પરંતુ સાવચેત રહો કેમ કે, તે ખરેખર આઘાતજનક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *