માર્ચ 2023 બેંક રજાઓ: આજથી માર્ચ 2023નો પ્રારંભ થયો છે. આ મહિને હોળી(Holi) સહિતના અનેક તહેવારો મનાવવામાં આવશે અને તે અંગે બેંકોમાં રજા રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ મહિના માટે બેંક હોલીડે(Bank Holiday) લિસ્ટ જાહેર કર્યું છે, જે મુજબ બેંકો કુલ 12 દિવસ સુધી કામ કરશે નહીં. આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર સહિત રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે.
હોળી, રામ નવમી સહિતના આ તહેવારો
આ મહિનામાં એક અઠવાડિયા પછી રંગોનો તહેવાર હોળી છે અને તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત ગુડી પડવા/ઉગાદી/પ્રથમ નવરાત્રી/તેલુગુ નવું વર્ષ અને રામનવમી પણ માર્ચમાં જ આવી રહી છે. જો કે, તહેવારો જુદા જુદા રાજ્યોના આધારે હોય છે અને તેના આધારે, રિઝર્વ બેંક તેની બેંકિંગ રજાઓની સૂચિ બહાર પાડે છે.
આવી સ્થિતિમાં વિવિધ તહેવારો અને કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને બેંક હોલીડે અલગ હોઈ શકે છે. આ તહેવારો ઉપરાંત, માર્ચમાં રવિવાર અને બીજા-ચોથા શનિવાર સહિત 6 સાપ્તાહિક રજાઓ પણ છે. માર્ચ મહિનામાં પ્રથમ બેંક રજા 3જી માર્ચે પડી રહી છે, જ્યારે છેલ્લી રજા 30મી માર્ચે રહેશે.
આ તારીખો પર બેંકો રહેશે બંધ
03 માર્ચ ચાપચર કૂટ
05 માર્ચ રવિવાર (સાપ્તાહિક રજા)
07 માર્ચ હોળી / હોલિકા દહન / ડોલ જાત્રા
08 માર્ચ ધુળેટી / દોલ જાત્રા / હોળી / યાઓસંગ (બીજો દિવસ)
09 માર્ચ હોળી (પટના)
11 માર્ચ બીજો શનિવાર (સાપ્તાહિક રજા)
12 માર્ચ રવિવાર (સાપ્તાહિક રજા)
19 માર્ચ રવિવાર (સાપ્તાહિક રજા)
22 માર્ચ ગુડી પડવા / ઉગાદી / બિહાર દિવસ / પ્રથમ નવરાત્રી / તેલુગુ નવું વર્ષ
25 માર્ચ ચોથો શનિવાર (સાપ્તાહિક રજા)
26 માર્ચ રવિવાર (સાપ્તાહિક રજા)
30 માર્ચ રામ નવમી
ઓનલાઈન પૂર્ણ કરી શકશો બેંકિંગ કામ
બેંકની રજાઓ વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો અથવા તે રાજ્યોમાં થતી અન્ય ઘટનાઓ પર પણ આધાર રાખે છે. એટલે કે, તેઓ રાજ્યો અને શહેરોમાં અલગ પડે છે. જો કે, બેંકોની શાખા બંધ હોવા છતાં, તમે તમારા ઘરના આરામથી બેંકિંગ સંબંધિત કામ ઓનલાઈન (Online Banking) કરી શકો છો. આ સુવિધા હંમેશા 24 કલાક કાર્યરત રહેશે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) વિવિધ રાજ્યો અને ઘટનાઓના આધારે તેની બેંક રજાઓની સૂચિ તૈયાર કરે છે અને તેને તેની વેબસાઇટ પર અપડેટ કરે છે. તમે તમારા મોબાઈલ પર આ લિંક (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પર ક્લિક કરીને મહિનાની દરેક બેંક રજાઓ વિશે પણ જાણી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.