નવા નાણાકીય વર્ષ 2021-22ના બીજા મહિનામાં એટલે મેમાં પ્રાઇવેટ અને સરકારી બેંકો કુલ 9 દિવસ બંધ રહેશે. જાણવા મળ્યું છે કે, 5 દિવસ વિવિધ બેંકોની હોલીડેના કારણે બંધ રહેશે. રજા ઉપરાંત બેન્ક દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહેશે. માટે જો શનિવાર અને રવિવારને જોડીએ તો કુલ 9 દિવસ બેંક બંધ રહેશે. ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઈટ અનુસાર, મે 2021માં બેન્કની રજામાં વિવિધ તહેવાર પણ સામેલ છે. જેવા કે મહારાષ્ટ્ર દિવસ, રમજાન, બુદ્ધ પૂર્ણિમા વગેરે.
જણાવી દઈએ કે, કોવિડ-19નું સંક્રમણ વધતા બેંકોમાં કામકાજની રીત બદલાઈ ગઈ છે. કોરોના ઝોનમાં સ્થિત બેંકોના કર્મચારીને સંક્રમણથી બચાવ માટે સેવા સીમિત કરી દીધી છે. આ ઉપરાંત રાજ્યોમાં બેંકોના કામકાજના કલાકો ઘટાડી 4 કલાક કરી દેવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં આજથી 15 મેં સુધી 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સાંજે 4 વાગ્યા સુધી બેન્ક બંધ રહેશે.
1 મે- 1 મેએ મહારાષ્ટ્ર દિવસ/મજૂર દિવસ છે. બેલાપુર, બેંગલુરુ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, ઇમ્ફાલ, કોચી, કોલકાતા, મુંબઇ, નાગપુર, પનાજી, પટણા અને તિરુવનંતપુરમમાં આ દિવસે બેંકો બંધ રહેશે.
મે 7– જુમાત-ઉલ-વિડા નિમિત્તે, જમ્મુ અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે.
13 મે– આ દિવસે રમઝાન ઇદ છે. જેથી બેલાપુર, જમ્મુ, કોચી, મુંબઇ, નાગપુર, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં બેંકો કાર્ય કરશે નહીં.
14 મે– ભગવાન શ્રી પરશુરામ જયંતિ, રમઝાન-ઈદ, બસવા જયંતી અને અક્ષય તૃતીયા નિમિત્તે અગરતલા, અમદાવાદ, આઈઝોલ, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગ,, ચેન્નઇ, દેહરાદૂન, ગંગટોક. ગુવાહાટી, હૈદરાબાદ, ઇમ્ફાલ, જયપુર, કાનપુર, કોલકાતા, લખનઉ, નવી દિલ્હી, પટના, પનાજી, રાયપુર, રાંચી, શિલોંગ અને સિમલામાં બેન્ક બંધ રહેશે.
26 મે– બુદ્ધ પૂર્ણિમાના દિવસે અગરતલ્લા, બેલાપુર, ભોપાલ, ચંદીગ,, દહેરાદૂન, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, સિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
આ ઉપરાંત રવિવાર સિવાય, બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. 2, 9, 16, 23 અને 30 મેના રોજ રવિવાર છે જ્યારે 8 અને 22 મેના રોજ બીજા અને ચોથા શનિવારના કારણે બેંક બંધ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.