માર્ચ મહિનામાં 13 દિવસ બંધ રહેશે બેંકો! જાણી લો રજાઓનું લીસ્ટ, નહિતર થશે ધક્કો

Bank Holiday March 2022: આવતીકાલથી માર્ચ મહિનો શરૂ થઈ રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ માર્ચ 2022 માટે બેંક રજાઓની યાદી બહાર પાડી છે. જો તમે પણ માર્ચ મહિનામાં બેંકને લગતું કોઈ કામ કરવા ઈચ્છો છો, તો બ્રાન્ચમાં જતા પહેલા બેંકની રજાઓની યાદી(Bank Holidays List) ચોક્કસ તપાસો. RBI દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદી અનુસાર માર્ચ 2022માં બેંકો કુલ 13 દિવસ માટે બંધ રહેશે.

RBIએ માહિતી આપી:
માર્ચ મહિનામાં, બેંક રજાઓના કુલ 13 દિવસ (માર્ચમાં બેંક રજાઓ) માંથી 4 રજાઓ રવિવારની છે. આ સિવાય ઘણી રજાઓ પણ તેમાં સતત પડવાની છે. પરંતુ આ સાથે જાણી લો કે એવી ઘણી રજાઓ છે જે આખા દેશમાં એક સાથે નહીં પડે એટલે કે આખા દેશમાં એક સાથે 13 દિવસ સુધી બેંકો બંધ નહીં રહે. RBIની વેબસાઈટ પર આપવામાં આવેલી રજાઓની યાદી અનુસાર, આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં છે. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, રવિવાર સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે.

જુઓ રજાઓની યાદી:
તારીખ દિવસ રજાઓ જોવામાં આવે તો અગરતલા, આઈઝોલ, ચેન્નાઈ, ગંગટોક, ગુવાહાટી, ઈમ્ફાલ, કોલકાતા, નવી દિલ્હી, પણજી, પટના અને શિલોંગ સિવાયના સ્થળોએ 1 માર્ચે મહાશિવરાત્રીના દિવસે બેંકો બંધ રહેશે.
લોસર ગંગટોકમાં 3 માર્ચે બેંક બંધ, ચાપચર કુટ આઈઝોલમાં 4 માર્ચે બેંક બંધ, 6મી માર્ચ રવિવાર સાપ્તાહિક રજાને કારણે બેંકો બંધ રહેશે.

12 માર્ચ શનિવાર મહિનાનો બીજો શનિવાર, 13 માર્ચ રવિવાર સાપ્તાહિક રજા, 17 માર્ચે દેહરાદૂન, કાનપુર, લખનઉ અને રાંચીમાં હોલિકા દહન બેંકો બંધ, 18 માર્ચે બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ઈમ્ફાલ, કોચી, કોલકાતા અને તિરુવનંતપુરમ સિવાયના સ્થળોએ હોળી/ધુલેટી/ડોલ જાત્રા બેંકો બંધ,  19 માર્ચ હોળી / યાઓસાંગ બેંક ભુવનેશ્વર, ઇમ્ફાલ અને પટનામાં બંધ, 20 માર્ચ રવિવાર સાપ્તાહિક રજા, 22 માર્ચ બિહાર દિવસના રોજ પટનામાં બેંક બંધ, 26 માર્ચ શનિવાર મહિનાનો ચોથો શનિવાર અને 27 માર્ચ રવિવાર સાપ્તાહિક રજાને કારણે બેંકો બંધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *