ચેતવણીઃ જો તમારે મુશ્કેલીથી બચવું હોય તો કાલ સુધી બેંકને લગતા કામ પતાવી દો, પરમ દિવસે બેંક હડતાલ છે! done

બેંક હડતાલ(bank strike):લગ્નની સિઝનમાં બેંકોમાં જનારા લોકોની સંખ્યા વધી જાય છે. આવા સમયે બેંક હડતાલ ગ્રાહકો માટે મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. ખાસ વાત એ છે કે 19મી નવેમ્બરે બોલાવવામાં આવેલી આ હડતાલના બીજા દિવસે રવિવારની સાપ્તાહિક રજા હોવાના કારણે બેંકો બંધ રહેશે.

જો તમારી પાસે આ અઠવાડિયે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તેને જલ્દી પૂર્ણ કરી લો. જો તમે આ નહી કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે શનિવારે બેંકોની દેશવ્યાપી હડતાલ છે અને આ દરમિયાન તમામ બેંકોમાં કામકાજ સંપૂર્ણ રીતે ઠપ થઈ જશે. તેમની માંગણીઓના સંબંધમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA)એ આ હડતાલ બોલાવી છે.

AIBEA દ્વારા 19 નવેમ્બરે હડતાલનું એલાન કરવામાં આવ્યું છે અને ત્રીજા શનિવારના કારણે બેંકમાં રજા નથી. બેંક ઓફ બરોડા (BoB) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એસોસિએશનના જનરલ સેક્રેટરીએ ભારતીય બેંક એસોસિએશનને હડતાલ અંગે નોટિસ મોકલી છે. તે અનુસાર, શનિવારે બેંક હડતાલની દરખાસ્ત છે. આ હડતાલને કારણે બેંકિંગ સેવાઓ ખોરવાઈ શકે છે.

બેંક હડતાલ બોલાવવાના કારણો વિશે વાત કરતા, ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને બેંકોના ખાનગીકરણ સામે અને બેંક કર્મચારીઓની સુરક્ષા માટેની તેમની માંગણીઓના સંબંધમાં હડતાલની જાહેરાત કરી છે. આ બે દિવસોમાં તમારી બેંકો સાથે સંબંધિત કામ પતાવવું પણ જરૂરી છે, કારણ કે શનિવાર પછી રવિવારે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે. એટલે કે બે દિવસ સુધી બેંકમાં કામકાજ બંધ રહેશે.

બેંકની શાખાઓ બંધ થયા પછી પણ લોકો ઓનલાઈન બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકશે. પૈસાની લેવડદેવડથી લઈને ખરીદી સુધી, આ સેવાઓ ઉપયોગી થઈ શકે છે. બેંકોની આ સેવાઓ 24 કલાક ઉપલબ્ધ રહેશે. જો કે આ દેશવ્યાપી હડતાલ દરમિયાન વિવિધ બેંકોના ATMમાં રોકડની અછત સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં હડતાળ પહેલા એટીએમમાંથી પૈસા ઉપાડવા ફાયદાકારક છે.

જો કે, દરેક બેંક પોતાના ગ્રાહકોને મુશ્કેલીમાંથી બચાવવાના પ્રયાસો કરી રહી છે. બેંક ઓફ બરોડા વતી રેગ્યુલેટરી ફાઈલિંગમાં AIBEA દ્વારા બોલાવવામાં આવેલી હડતાલ અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે બેંક જરૂરી પગલાં લઈ રહી છે. પરંતુ આ દરમિયાન, જો તમને પૈસાની જરૂર હોય અને હડતાલના એક દિવસ પછી અથવા રવિવારે બેંકમાં જવાનું હોય, તો રાહ ન જુઓ અને આ બે દિવસમાં તમારું કામ પૂર્ણ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *