ગઈકાલે સુરત અને હવે આજે અહિયાં AAP ને લાગ્યો મોટો ઝટકો- ટીકીટ ન મળતા આપ્યું રાજીનામું

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ના બીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે ત્ચારે સુરત બાદ હવે મહિસાગર(Mahisagar)માં આમ આદમી પાર્ટી(AAP)ને મોટો…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat Election 2022)ના બીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે ત્ચારે સુરત બાદ હવે મહિસાગર(Mahisagar)માં આમ આદમી પાર્ટી(AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. સંતરામપુર(Santrampur) વિધાનસભાના સંગઠન મંત્રી બાબુભાઈ ડામોરે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ટીકીટ ન મળતા હવે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાબુભાઈ ડામોરે આમ આદમી પાર્ટીમાંથી ટિકિટની માંગ કરી હતી. પરંતુ સંતરામપુર વિધાનસભા બેઠક ઉપર તેમને ટિકિટ ન મળતા આજે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે, તેઓ છેલ્લા ઘણા સમયથી પક્ષથી નારાજ હોવાની વાત પણ સામે આવી છે.

જણાવી દઈએ કે, વોટ્સએપના માધ્યમથી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખને રાજીનામુ મોકલી દેવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, સંતરામપુર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટી દ્વારા પર્વતભાઈ વાગડીયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાજપ દ્વારા કુબેરભાઈ ડીંડોર અને કોંગ્રેસ દ્વારા ગેંડાલભાઈ મોતીભાઈ ડામોરને ટિકિટ આપવામાં આવી છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *