ચીનના વુહાન શહેરમાંથી આવેલા કોરોના વાઇરસે સમગ્ર વિશ્વસમાં હાહાકાર મચાવી રાખ્યો છે. કોરોનાના કહેરને પગલે લોકો નાની વાતોમાં સાવચેતી રાખી રહ્યાં છે. લોકો કોરોનાના ભયને પગલે લોકો હેન્ડ સેનીટાઇઝરનો ઉપયોગ કરી રહ્યાં છે.
દરમિયાન ગુજરાતના એક બેન્કરે પણ કોરોના વાઇરસથી બચવા માટે એક અનોખી તરકીબ અજમાવી છે. બેન્કરે ચેકને કોરોના વાઇરસના જીવાણુ મુક્ત કરવા માટે પ્રેસ (ઇસ્ત્રી)નો ઉપયોગ કરી રહ્યાં છે. બેન્કરની તરકીબની સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા થઇ રહીં છે. અને લોકો ખુબ મન મુકીને શેર કરી રહ્યાં છે.
વિડિયોમાં જોવા મળે છે કે બેન્કમાં મોઢા પર માસ્ક, હાથમાં મોજા પહેરેલા કેશિયરને જ્યારે ગ્રાહક ચેક આપે છે તો તેને ચિપિયા વડે પકડે છે અને ત્યાર બાદ ઇસ્ત્રી વડે પ્રેસ કરી વાઇરસના જીવાણું મુક્ત કરે છે.
આનંદ મહિન્દ્રાએ પણ શેર કર્યો વિડિયો
In my #whatsappwonderbox I have no idea if the cashier’s technique is effective but you have to give him credit for his creativity! ? pic.twitter.com/yAkmAxzQJT
— anand mahindra (@anandmahindra) April 4, 2020
ઓટો દિગ્ગજ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ આ વિડિયો શેર કર્યો છે. આ સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું,‘મારા વોટ્સએપ પર આ વિડિયો આવ્યો. મને તે વાતનો કોઇ અંદાજ નહતો કે કેશિયરની આ તરકીબ અસરકારક છે કે નહીં પરંતુ તેની આ ક્રિએટીવીટીને ક્રેડિટ આપવી જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news