આજે જ પતાવી લો બેન્કના જરૂરી કામ, સપ્ટેમ્બરમાં આટલા દિવસ બંધ રહેશે બેન્કો- લિસ્ટ થયું જાહેર

સપ્ટેમ્બરમાં બેંકમાં જતા પહેલાં તમારે આગલા મહિનાની બેંક હોલિડેઝનું લીસ્ટ જોઈ લેવું જોઈએ, જેથી તમારે ત્યાંથી પાછા જવું ન પડે. જો તમે સરકારી યોજનાઓનો લાભ…

સપ્ટેમ્બરમાં બેંકમાં જતા પહેલાં તમારે આગલા મહિનાની બેંક હોલિડેઝનું લીસ્ટ જોઈ લેવું જોઈએ, જેથી તમારે ત્યાંથી પાછા જવું ન પડે. જો તમે સરકારી યોજનાઓનો લાભ લેવા માંગતા હોવ અથવા લેવડદેવડની પ્રક્રિયા કરવા માંગતા હોવ તો તમારે તમારી બેંકમાં જવું પડશે.

સપ્ટેમ્બરમાં કેટલા દિવસ બંધ રહેશે બેંક
01 સપ્ટેમ્બર 2020ને મંગળવારના રોજ ત્રીજા ઓણમના કારણે કેરળ અને જાત્રાના તહેવારને કારણે સિક્કિમમાં બેંકો બંધ રહેશે. 02 સપ્ટેમ્બર 2020ને બુધવારના રોજ પંગ લ્હાબસોલ અને શ્રી નારાયણ ગુરુ જયંતિ હોવાને કારણે ગંગટોક, કોચી, કેરળ અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે. 6  સપ્ટેમ્બર 2020ને રવિવારના રોજ રવિવારને કારણે સાપ્તાહિક રજા રહેશે. 12 સપ્ટેમ્બર 2020ના રોજ મહિનાનો બીજો શનિવાર હોવાને કારણે, બેંકોમાં રજા રહેશે.

13 સપ્ટેમ્બર 2020 ના રોજ રવિવારના કારણે, બેંકમાં સાપ્તાહિક રજા રહેશે. 17 સપ્ટેમ્બર 2020 ને ગુરુવારના રોજ અગરતલા, બેંગલુરુ અને કોલકાતા સહિત કેટલાક અન્ય રાજ્યોમાં મહાલયા અમાસને કારણે બેંકોમાં રજા રહેશે. 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા પૂજા પણ છે.

20 સપ્ટેમ્બર 2020 ના રોજ રવિવારના કારણે બેંકમાં સાપ્તાહિક રજા રહેશે. 21 સપ્ટેમ્બર 2020 ને સોમવારના રોજ કોચી અને તિરુવનંતપુરમમાં શ્રીનારાયણ ગુરુ સમાધિ દિવસ નિમિત્તે બેંકોની રજા રહેશે. 23 સપ્ટેમ્બર 2020 ને બુધવારના રોજ હરિયાણા હીરોઝ શહીદ દિવસ નિમિત્તે બેંકોમાં રજા રહેશે.

26 સપ્ટેમ્બર 2020 ના રોજ મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશની બેંકોમાં રજા રહેશે. 27 સપ્ટેમ્બર2020 ના રોજ રવિવાર હોવાને કારણે સાપ્તાહિક રજા રહેશે. 28 સપ્ટેમ્બર 2020 ને સોમવારના રોજ સરદાર ભગતસિંહ જયંતિ કારણે પંજાબની ઘણી બેંકોમાં રજા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *