બેંકના કામકાજ પતાવી લેજો, ઓગસ્ટ મહિનામાં ૧૮ દિવસ બંધ રહેશે બેંકો

થોડા દિવસોમાં જ જુલાઈ (July) મહિનો પૂરો થવાનો છે, અને તહેવારોનો મહિનો એટલે કે ઓગસ્ટ (August) મહિનો શરુ થવાનો છે. ઓગસ્ટ મહિનાની પહેલી તારીખથી જ…

થોડા દિવસોમાં જ જુલાઈ (July) મહિનો પૂરો થવાનો છે, અને તહેવારોનો મહિનો એટલે કે ઓગસ્ટ (August) મહિનો શરુ થવાનો છે. ઓગસ્ટ મહિનાની પહેલી તારીખથી જ ઘણા નિયમો બદલવાના છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર થશે. સાથોસાથ ઓગસ્ટ મહિનામાં ૧૮ દિવસ બેંક બંધ (Bank closed) રહેવાની છે. ઓગસ્ટ મહિનાને તહેવારો (festivals) નો મહિનો પણ કહેવામાં આવે છે. જેના કારણે બેંકોમાં રહેશે.

RBI ના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ મહિનામાં કુલ 18 દિવસ બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઓગસ્ટમાં પોતાની યાદીમાં કેટલાક દિવસો માટે બેંક બંધ રાખવાની જાહેરાત કરી છે. ઓગસ્ટમાં મહોરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, કૃષ્ણ જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી જેવા ઘણા તહેવારો છે, જેના પર બેંકો કામ કરશે નહીં.

આ ઉપરાંત રવિવારે બીજો અને ચોથો શનિવાર સાપ્તાહિક રજા હોવાના કારણે બેંકો બંધ રહેશે. આ સાપ્તાહિક રજાઓને એકસાથે લઈને ઓગસ્ટમાં સમગ્ર 18 દિવસ બેંકો બંધ રહેવાની છે.

આ સાથે જ ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે બદલાવા જઈ રહ્યા છે નિયમો
1 ઓગસ્ટથી રોકડ લેવડદેવડ (Cash Transaction) સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. LPG સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. 1 ઓગસ્ટથી બેંક ઓફ બરોડા (BOB) ચેક સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. બેન્ક ઓફ બરોડામાં પોઝિટિવ પે સિસ્ટમ શરૂ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *