સોનલધામ મઢડા મંદિરમાં બિરાજમાન બનુઆઈ માતાજી 93 વર્ષે દેવલોક પામ્યા

કેશોદ (Keshod) નજીક સોનલ ધામ (Sonal Dham) મઢડા મંદિરમાં બિરાજમાન બનુઆઇ માતાજીએ દેહત્યાગ કર્યો છે. ૯૨ વર્ષની ઉંમરે બનુઆઈ માતાજીએ દુનિયાને અલવિદા કીધું છે. સમાચાર મળતા જ, ફક્ત સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય અને દેશભરમાં વસતા ચારણ સમાજમાં દુઃખનો માહોલ છવાયો છે.

વનુઆઇ દેવલોક પામ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા, હજારોની સંખ્યામાં ભક્તો કેશોદના મઢડા ખાતે સોનલ મંદિરે આવી પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, મહાભારત વાલ્મિકી રામાયણ ઉપરાંત, જૈન ધર્મના અનેક શાસ્ત્રોમાં ચારણોની દેવી શક્તિઓ ધરાવતા હતા, સાથોસાથ અન્ય કેટલી સિદ્ધિઓને પણ વરેલા બનુઆઇનાં નિધનથી સમગ્ર ચારણ સમાજ માં દુઃખના વાદળો ઘેરાયા છે.

જાણવા મળ્યું છે કે, માતા બુનાઈના પાર્થિવ દેહને આજે એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ સમાધિ આપવામાં આવી છે. વધુમાં જાણવા મળ્યું છે કે સોનલ માતાજી ના બહેન છેલ્લા ઘણા સમયથી બિમારીથી પીડિત હતા. પરંતુ આજે દેવલોક પામ્યા ના સમાચાર મળતા, હજારોની સંખ્યામાં માતાજી ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, ફક્ત સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ભક્તો પૂજ્ય બનુઆઇને પૂજતા આવ્યા છે. પરંતુ આજે દેવલોકના સમાચાર મળતા જ દરેક ભક્તો દુઃખી થયા હતા. સોનલ માતાજીનું મંદિર ચારણ સમાજ માટે મોટું આસ્થાનું કેન્દ્ર છે. તમને જણાવી દઈએ કે અહીંયા બારેમાસ ભક્તો આવે છે અને દરેક ભકતોની દરેક મનોકામનાઓ પૂરી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *