આ સમાચાર કદાચ મોરારીબાપુ અને તેના સમર્થક કલાકારોની ઊંઘ ઉડાવી દેશે

હાલમાં રામકથા કલાકાર મોરારી બાપુ સ્વામિનારાયણ સંપ્રદાયને આડકતરી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે અને વિવાદિત નિવેદન આપીને સમાચારમાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ઓસ્ટ્રેલિયાથી મોરારિબાપુને કદાચ અપચો થાય એવા સમાચાર આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની સરકારે બી.એ.પી.એસ.સ્વામીનારાયણ.સંસ્થા ને શિખરબદ્ધ હિન્દુ મંદિર બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. ઓસ્ટ્રેલિયન સરકારે આ મંજૂરી સિડનીમાં આપી છે.

સિડની રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ 9 News Sydney માં આવેલા અહેવાલ અનુસાર સીડની ના આયોજન વિભાગે 41 મિલિયન ડોલરના ખર્ચે તૈયાર થનારા હિંદુ મંદિરને મંજૂરી આપી દીધી છે. આ મંદિર સીડનીના કેમ્પ્સ ક્રીક ખાતે નિર્માણ પામશે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આ મંદિર બનાવવામાં આવનાર છે. જેનો અંદાજીત ખર્ચ 41 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર હશે. આ મંદિર ૨૫ એકરમાં બનશે.

આ સાથે ઓસ્ટ્રેલિયાનું પ્રથમ શિખરબદ્ધ હિન્દુ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય બનાવશે તે વાત સોશિયલ મીડિયામાં વહેતી થતાં સવાલ ઉભો થયો છે કે, આ સમાચાર મોરારી બાપુને મળશે ત્યારે તેઓ શું નિવેદન આપશે? મોરારીબાપુ ના સમર્થનમાં જોડાયેલા તેમની જેવા અન્ય કલાકારો પણ હવે દ્વિધામાં મૂકાઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે મોરારી બાપુ પહેલેથી સ્વામીનારાયણ સંસ્થાના મંદિરોનો વિરોધ કરતા આવ્યા છે. સ્વામીનારાયણ સંસ્થાનો દેશ વિદેશમાં હિંદુ સંસ્કૃતિ ને પ્રસરાવવામાં સિંહફાળો રહ્યો છે. જેનું મુખ્ય કારણ મંદિર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: