અંગ્રેજોના સમયમાં ‘બાપુ કી ટ્રેન’ ની શરૂઆત થઈ હતી ત્યારે હાલમાં હવે નવા રંગરૂપમાં તેમજ એકદમ નવી સુવિધાઓ સાથે આજરોજ આ ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી કે, જેમાં રેલવે વિભાગ દ્વારા AC કોચની સુવિધા ઉપલબ્ધ કરાવતા આદિવાસી વિસ્તાર સહિત ઉનાઇ મંદિરે જવા માંગતા પ્રવાસીઓને એકદમ નવો અનુભવ તેમજ અદ્ભુત રોમાંચ અનુભુવી શકશે.
‘બાપુ કી ટ્રેન’ તરીકે પ્રખ્યાત બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન અંતરિયાળના આદિવાસીઓને શહેરની સાથે જોડી રહી છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી બંધ પડેલ નેરોગેજ ટ્રેન આજરોજ અંદાજે 1.5 વર્ષ પછી ફરી શરૂ થવ જઈ રહી છે. કેટલાક આંદોલન ધરણાં પછી ટ્રેનની શરૂઆત આજથી 1.5 વર્ષ અગાઉ વેસ્ટર્ન રેલવે દ્વારા આર્થિક રીતે ખોટ કરતી હોવાનું કારણ આગળ ધરીને ટ્રેનને બંધ કરી દેવામાં આવી હતી.
આવા સમયે આદિવાસી સમાજ તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કરવામાં આવેલ ધરણા પ્રદર્શન તથા લોકમાંગને જોતા રેલવે વિભાગ દ્વારા ટ્રેનની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આર્થિક ખોટને સરભર કરવા રેલવે ભાડામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
જેમાં સૌપ્રથમ સાદી ટિકિટ 15 રૂપિયા હતી જેમાં વ્હ્દારો થઈને હવે 40 રૂપિયા કરી દેવામાં આવી છે તેમજ AC કોચનું ભાડું 560 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આજરોજ આ ટ્રેનને ભાજપના પ્રદેશ અધ્યક્ષ તથા નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા લીલી ઝંડી બતાવીને શરૂઆત કરવામાં આવી છે.
આ પ્રસંગે પર મુસાફરો એ પણ ખુબ ઉત્સાહ બતાવ્યો હતો. આની સાથે જ આ ટ્રેનને રૂટ પર કેટલીક જગ્યાએ સ્વાગત કરવામાં આવનાર છે. આમ, આ ટ્રેનની શરૂઆત થતા આદિવાસી વિસ્તારોના લોકો તથા અનેક ઉનાઈ મંદિરનાં દર્શનાર્થીને પણ ખુબ લાભ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.