સમગ્ર દેશમાં તેમજ રાજ્યમાં સતત વધતો જઈ રહેલ ભ્રષ્ટાચારને અટકાવવા માટે સરકાર માત્ર મોટી-મોટી વાતો કરી રહી છે તેમજ પોલીસ ભ્રષ્ટાચાર કરી રહી છે. પોલીસની ચોર તેમજ બૂટલેગરો સાથે મિલીભગત રહેલી છે એવી વાતોને સાર્થક કરતી એક ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે.
બાપુનગર વિસ્તારમાં રહેતા વેપારીની ડેકોરેશનની દુકાનની બહાર એક શખસ લોડિંગ રિક્ષાની બેટરી ચોરવા માટે આવ્યો ત્યારે વેપારીએ CCTV ફૂટેજમાં ચોરને જોઈ જતાં મિત્રને જાણ કરીને ચોરને પકડી બાપુનગર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં હાજર PSI ચંદ્રસિંહ પરમાર દ્વારા વેપારીને ફરિયાદ નોંધીશું એમ જણાવીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. બીજા જ દિવસે ગયા ત્યારે ચોરને છોડી મૂકવા બાબતે વાત કરતાં PSI પરમારે જણાવતાં કહ્યું હતું કે, ચોર-બૂટલેગરોને પકડીશું તો અમારું કોણ પૂરું કરશે?
બૂટલેગરોના હપતાથી અમારું માંડ માંડ પૂરું થાય છે :
ACP તેમજ ઉચ્ચ અધિકારીઓ સુધી હપતા પહોંચે છે. ચોર-બૂટલેગરોના હપતામાંથી અમારું માંડ માંડ પૂરું થાય છે. કોઈ અધિકારી કશું નહિ કરી શકે. તમામ લોકો હપતા ખાય છે એવું જણાવીને કાઢી મૂકવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે તેમણે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને લેખિતમાં અરજી કરીને CCTV ફૂટેજ પણ રજૂ કરવામાં આવ્યા હતા.
આ મામલે ઝોન-5 DCP અચલ ત્યાગીને પૂછપરછ કરતાં કહ્યું હતું કે, સગીર વયના છોકરાને પકડ્યો હોવાની બાપુનગર પોલીસ સ્ટેશનની સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી છે પણ ચોરી કરતો હતો કે એવું કંઈ છે નહિ. આ મામલે PSI સામે ફરિયાદ આવી; મારી સુધી આવી નથી તેમજ ચોરીની પણ ફરિયાદ આવી નથી. જો ચોરી અથવા તો પ્રયાસ એવું કંઈ બન્યું હશે તો CCTV ફૂટેજના આધારે તપાસ કરવામાં આવશે.
ચોરની કબૂલાત, ગાડીઓની બેટરીઓ ચોરતો હતો :
પોલીસ કમિશનરને કરવામાં આવેલ અરજીમાં આરોપ મુકવામાં આવ્યો છે કે, બાપુનગર વિસ્તારમાં ચંદ્રપ્રકાશ હોલ નજીક કહાન પાર્કમાં ખોડીદાસ પટેલ વસવાટ કરે છે તેમજ સુનીતા ડેકોરેશન નામથી વેપાર કરે છે. સોમવારની રાત્રિના સમયે ખોડીદાસ ઘરે હાજર હતા.
આ સમયે તેમની ઓફિસમાં લગાવવામાં આવેલ CCTV ફૂટેજ મોબાઈલમાં ઓનલાઈન જોતા હતા ત્યારે એક શંકાસ્પદ યુવક તેમની ઓફિસની આસપાસ આંટા મારી રહ્યો હતો તેમજ ઓફિસની બહાર પાર્ક કરવામાં આવેલ લોડિંગ રિક્ષામાં કંઈક કરતો હોવાનું જણાઈ આવ્યું હતું.
ખોડીદાસે તાત્કાલિક તેમના મિત્રોની સાથે મળીને તે યુવકને પકડી પાડ્યો હતો. ત્યારપછી તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ કિશન પટણી હોવાનું કહ્યું હતું. આની સાથે જ કબૂલાત પણ કરવામાં આવી હતી કે, છેલ્લા કેટલાક સમયથી ગાડીઓની બેટરીઓ અને ફોર-વ્હીલ કારના કાચ તોડીને ચોરી કરી રહ્યો હતો.
અમારા હપતા છેક SP સુધી જાય છે :
ખોડીદાસભાઈ તેમના મિત્રોની સાથે યુવક પાસેથી ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો સામાન લઈને બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં ફરજ બજાવી રહેલ PSI ચંદ્રસિંહ પરમારે પૂછપરછ કરીને તેમને ઘરે જતા રહો એમ કહ્યું હતું.
ત્યારપછી બીજા દિવસે ખોડીદાસભાઈ બાપુનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ચોર પોલીસ સ્ટેશનમાં નહોતો. PSI પરમારને પૂછપરછ કરતાં કહ્યું કે, અમારી મરજી, અમે ગમે તેને છોડી દઈએ. ચોરને પકડીને લોકઅપમાં પૂરી દઈશુ તો અમારા હપતા કેવી રીતે આવશે તેમજ અમારા ઘર કેવી રીતે ચાલશે.
અમારા હપતા છેક SP તથા ઉપલા અધિકારીઓને પહોંચે છે. ચોર, બૂટલેગરો અડ્ડા ચલાવનારને પકડીને અમે જેલમાં પૂરી દઈશું તો અમે જીવીશું કેવી રીતે, તેમના હપતાથી માંડ માંડ અમારું પૂરું પડે છે. આમ, ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને ખોડીદાસભાઈ અને તેમના મિત્રને પોલીસ સ્ટેશનમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.
આ મામલે અધિકારી પણ કંઈ સાંભળવા માટે તૈયાર ન હતા, જેને લીધે આવા ભષ્ટાચારી અધિકારીઓ પ્રજાની રક્ષા માટે છે કે ચોર, બૂટલેગરોની સેવા માટે, જેને કારણે ખોડીદાસભાઈએ પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. આ અંગે તપાસ કરવા માટે તેમજ આવા ભ્રષ્ટ અધિકારીઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગણી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.